Dharma & Bhakti/ ચાણક્ય…કૌટિલ્ય…ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિજ્ઞ…!

Chanakya (ચાણક્ય)નો જન્મ મગધ રાજ્યની રાજધાની પાટલીપુત્રમાં થયો હતો. તેઓએ અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર જેવા ગ્રંથોની રચના કરી છે…ચંદ્રગુપ્ત મૌર્યને શાસક બનાવવામાં…

Trending Religious Rashifal Dharma & Bhakti
Chanakya, ચાણક્ય, ચંદ્રગુપ્ત મૌર્ય, નીતિશાસ્ત્ર

Dharm & Bhakti: ચાણક્ય (Chanakya) પ્રાચીન ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિના પ્રકાંડ પંડિત હતા. ઇ.સ. પૂર્વે 371-283 ના સમયગાળા દરમિયાન, મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ એવા ચંદ્રગુપ્ત મૌર્ય (Chandragupta Maurya)ના તેઓ ગુરુ અને મુખ્યમંત્રી રહ્યાં હતા. તેમણે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય સલાહકાર તરીકે કાર્ય કરીને તેમને રાજા બનાવવામાં સહાયતા કરી હતી. મૌર્ય સામ્રાજ્ય (Maurya Empire)ની સ્થાપનામાં એમની ભૂમિકા અવિસ્મરણીય છે. તેઓ કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત (Kautilya or Vishnugupta)ના નામથી પણ પ્રસિદ્ધ છે.

કૌટિલ્ય ચાણક્ય (Chanakya) અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના રચયિતા 

ચાણક્યે ‘અર્થશાસ્ત્ર’ (Arthshastra) નામના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથની રચના કરીને રાજ્ય કેવી રીતે ચલાવવું તેની નીતિઓ અંગે એમા સવિસ્તાર માર્ગદર્શન આપ્યું જે આજના સમયમાં પણ રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયુક્ત છે. તેમણે ‘નીતિશાસ્ત્ર’ (Nitishastra) જેવા મહાન ગ્રંથોની પણ રચના કરી, જેમાં જીવન શી રીતે જીવવું એની શિક્ષા અને ચાણક્ય નીતિસૂત્રો (Chanakya Niti Sutra) સામેલ છે. આજના અર્વાચીન સમયમાં પણ એ એટલા જ સુસંગત છે. સામ, દામ, દંડ અને ભેદ (Sam, Daam, Dand, Bhed) એ ચાર એમની નીતિના ચાર મુખ્ય સ્તંભ ગણાય છે.

વિષ્ણુગુપ્તનું ‘ચાણક્ય’ કે ‘કૌટિલ્ય’ નામ કેમ પડ્યું?

‘ચાણક્ય’ (Chanakya) નામાભિધાન એમના પિતા ચણકના નામ ઉપરથી થયેલું છે. ચાણક્યનો જન્મ મગધ રાજ્યની રાજધાની પાટલીપુત્રમાં થયો હતો. એ સમયે મગધ (Magadh) ખૂબ જ શક્તિશાળી રાજ્ય ગણાતું હતુ, જેમાં નંદ વંશ (Nand Vansh)નું શાસન હતું અને તેનો રાજા ધનનંદ એક અત્યંત અભિમાની અને સંકુચિત દ્રષ્ટિકોણ વાળો ક્રૂર સ્વાર્થી રાજા હતો.

કુટલના ગોત્રમાં જન્મ લેવાથી તે કૌટિલ્ય કહેવાતા હોવાનો મત છે. તેમની રાજનીતિ કુટિલ હતી તેથી તે કૌટિલ્ય કહેવાયા એ મત ઘણા વિદ્વાનોના મતે યથાર્થ નથી કારણ કે, વિષ્ણુગુપ્ત ચાણક્યે જે રાજનીતિ શીખવી એ નૈતિકતાવિહીન કે કુટિલ નથી. પ્રાચીન ભારતીય સંદર્ભોમાં તો તેઓ વિષ્ણુગુપ્ત, ચાણક્ય અને કૌટિલ્ય નામોથી પરિચિત છે.

Chanakya, ચાણક્ય, ચંદ્રગુપ્ત મૌર્ય, નીતિશાસ્ત્ર

માતા બની પ્રેરણા અને ગુરુ

ચાણક્યની માતા (Chanakya’s Mother) વિશે વિગતે માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ પરંપરાગત રીતે એવું માનવામાં આવે છે કે, માતાના સંસ્કાર અને શિક્ષણે જ ચાણક્યના વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ચાણક્ય(Chanakya)ની દંતપંક્તિઓ જોઇને એક વિદ્વાન બ્રાહ્મણે એમ કહેલું કે, આ બાળક આગળ જતા મહાન થશે પરંતુ એને એની માતાનું વિસ્મરણ થઇ જશે. આ સાંભળીને, એવું ન થાય એટલે વિષ્ણુગુપ્તે તેનો આગળનો એક દાંત તોડી નાંખેલો એવી કિવદંતી પ્રસિદ્ધ છે.

તીક્ષ્ણ બુદ્ધિપ્રતિભાના માલિક

અન્ય એક પ્રચલિત કહાણી મુજબ, એક સમયે ઘાસ પર ચાલતી વખતે ઘાસની તીક્ષ્ણ ધારથી વિષ્ણુગુપ્તને લોહી નીકળ્યું. આથી આ નાનકડા બાળકે ઘાસમાં મધ નાંખી દીધું. ઘાસ કાપવાને બદલે આવું કરવા પાછળનો ઉદ્દેશ જ્યારે એને પૂછવામાં આવ્યો ત્યારે વિષ્ણુગુપ્તે એવો ઉત્તર આપ્યો કે, મધ તેણે ઘાસના મૂળમાં નાંખ્યું જેથી કીડીઓ મધને મૂળ સહિત ખાઇને નષ્ટ કરી દેશે તથા ભવિષ્યમાં આ તીક્ષ્ણ ઘાસ કદી કોઇને વાગશે નહિં!

ચાણક્ય (Chanakya)ની આવી કઠોર અને કુટિલ વિચક્ષણ નીતિઓ પાછળ તેમની માતા દ્વારા પ્રાપ્ત સંસ્કાર, સલાહ અને જીવનના અનુભવોનો પ્રભાવ હોવાનું મનાય છે, જેણે ચાણક્યને રાજકીય ડહાપણ અને કૂટનીતિઓ નિર્ધારિત કરવા માટે પ્રેરણા આપી.

તક્ષશિલામાં આચાર્ય પદે નિયુક્ત

કૌટિલ્ય જન્મે બ્રાહ્મણ હતા. તેમણે બાલ્યાવસ્થામાં પ્રારંભિક અધ્યયન કર્યા પછી તેઓ તક્ષશિલા વિદ્યાપીઠમાં ગયા. ત્યાં વેદશાસ્ત્રોનું અને વિશેષ કરીને, રાજનીતિશાસ્ત્ર (Politics) વિશેનું અધ્યયન પૂર્ણ કર્યા બાદ ત્યાં જ અધ્યાપક તરીકે જોડાઇ ગયા હતા અને શ્રેષ્ઠ આચાર્ય તરીકે સુપ્રસિદ્ધ થયા.

Chanakya, ચાણક્ય, ચંદ્રગુપ્ત મૌર્ય, નીતિશાસ્ત્ર

ભારતવર્ષને શક્તિશાળી અને સંગઠિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા

વિષ્ણુગુપ્ત ચાણક્યનો સમય રાજનીતિ ક્ષેત્રે ભારે ઊથલપાથલનો ગણાય છે. એ સમયે ભારતવર્ષમાં અનેક સ્વતંત્ર રાજ્યો અને ગણતંત્રો હતા પરંતુ શાસકોની સંકુચિત વિચારસરણીને કારણે આ રાજ્યો અને ગણતંત્રો તદ્દન વેરવિખેર હતા અને નિર્બળ હતા. સંસ્કૃતિની સુરક્ષા અને લોકકલ્યાણ અર્થે સંગઠન બનાવવા વિશે કોઈ પણ રાજા વિચારતો ન હતો! એ સમયે ભારતની સરહદ સમીપ ઈરાન (Iran)નું શક્તિશાળી સામ્રાજ્ય હતું અને આ મહાન સામ્રાજ્યને પણ ગ્રીસના સત્તાધીશ સિકંદરે (Sikandar, Greece) પરાજીત કરેલું હતુ અને એ હવે ભારત (Bharat)ની સરહદ સુધી આવી ચૂક્યો હતો.

સાચા અર્થમાં મહાનતમ આચાર્ય

તક્ષશિલા (Takshshila)માં અધ્યાપક (Teacher)  અને પછી આચાર્ય (Acharya) તરીકે કાર્યરત ચાણક્ય (Chanakya) કૌટિલ્યને ભાવિના ભયના એંધાણ મળી ગયા હતા. એક રાષ્ટ્રભક્ત તરીકે ચાણક્યે આ ભય નિવારવા સારુ વિદ્યાર્થીઓ અને લોકોને જાગૃત કર્યા. સંગઠન બનાવીને મગધના એક રાજપુત્ર ચન્દ્રગુપ્ત મૌર્યના નેતૃત્વમાં સૈન્ય તૈયાર કર્યું. એમણે અખંડ રાષ્ટ્રનું અભિયાન આરંભીને નાના-નાના રાજ્યો અને ગણતંત્રને મનાવીને સંગઠિત કર્યાં અને મગધસમ્રાટ નંદ ધનનંદ અને તેના ક્રૂર વહીવટનો નાશ કરી વિસ્તૃત બળવાન મગધ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. આમ કરવા માટે તેઓને ક્યાંક કળ તો ક્યાંક બળ અને કૂટનીતિથી કેટલાક રાજાઓ અને રાજપુરુષોના વધ પણ કરવા પડ્યા હતા. પરંતુ આ સંપૂર્ણ અખંડ રાષ્ટ્ર અભિયાનમાં ચાણક્ય (Chanakya) તો સદા અકિંચન બ્રાહ્મણ (Brahmin) જ રહ્યા હતા.

એમણે લખેલા અનેક ગ્રંથોમાં અર્થશાસ્ત્ર અને ચાણક્ય નીતિશાસ્ત્રના નીતિસૂત્ર આજના આ કઠિન અર્વાચીન સમયમાં પણ પ્રેરણા દાયક અને સુસંગત છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 

આ પણ વાંચો: 2026 શરુ થતાં આગાઉ આ કાર્ય અવશ્ય કરો…સમગ્ર વર્ષ મળશે શ્રી હરિ વિષ્ણુના આશિષ..!

આ પણ વાંચો: વર્ષ 2026નું પહેલું ચંદ્રગ્રહણ આ 3 રાશિઓ માટે લાવશે મુસીબત! જાણો શું કરવું અને શું નહીં