કચ્છ,
કચ્છના રાપરમાં ગોગાદર ગામે યુવકની હત્યા કરેલી લાશ મળી આવી હતી. લાશ મળતા મોટા પ્રમાણમા સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી પ્રાથમિક તપાસ હાથ ધરતા યુવક રાપરના રણમલ પરમાર હોવાનુ સામે આવ્યુ. તેઓ રાજકોટમાં ખાણ-ખનીજ ભુસ્તરશાસ્ત્રીની કચેરીમાં સ્ટોરકીપર તરીકે ફરજ બજાવતા હતા.
આડેસર પીએસઆઈ બી.જે. પરમારે જણાવ્યું હતુ કે નર્મદા કેનાલની પાળે લોહી નિકળતી હાલતમાં કણસતાં પડ્યા હતા. ગામનાં રહીશ મુકેશભાઈ અને રાઘુભાઈ માનવતાના ધોરણે સારવાર અર્થે ગાગોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા.
પરંતુ ગંભીર ઇજાને કારણે તેઓને 108 મારફતે ગાંધીધામ ખાતે રીફર કરાયાં હતા. દરમિયાન રસ્તામાં વોંધ નજીક તેમનુ મોત થયુ હતુ. પીએસઆઈ બી.જે. પરમારે જણાવ્યું હતુ કે મરનારના બંને હાથ અને પગ ધોકા બોથડ હથિયારના ફટકા મારી ભાંગી નાખવામાં આવ્યા હતા. તેઓએ રણમલ હત્યા કેસમાં ખાણ-ખનીજ માફિયાઓની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરી.
