Shraddha Murder Case/ શ્રદ્ધાના કિલર આફતાબે જજની સામે કહ્યું ‘જે પણ થયું ‘HEAT OF THE MOMENT’

આફતાબને વિશેષ સુનાવણી હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આફતાબે જજની સામે કહ્યું કે જે પણ થયું તે હીટ ઓફ ધ મોમેન્ટ હતું.

Top Stories India

આફતાબની પોલીસ કસ્ટડી આજે પૂરી થવાની હતી. આફતાબને વિશેષ સુનાવણી હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આફતાબે જજની સામે કહ્યું કે જે પણ થયું તે હીટ ઓફ ધ મોમેન્ટ હતું. એટલે કે તેણે જે પણ કર્યું તે વિચાર્યા વગર ગુસ્સામાં કર્યું.શ્રદ્ધા વાકર મર્ડર કેસમાં મેજર અપડેટ સામે આવી છે. દિલ્હીની સાકેત કોર્ટે મંગળવારે આફતાબ પૂનાવાલાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કર્યા બાદ તેની પોલીસ કસ્ટડી વધુ ચાર દિવસ માટે વધારી દીધી છે. તેણે કોર્ટને એમ પણ કહ્યું કે, તે તપાસમાં સહકાર આપી રહ્યો છે અને તેને ઘટનાને યાદ કરવામાં મુશ્કેલી પડી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધા વાકરની હત્યાની વાત સ્વીકારી અને કહ્યું કે ‘મારાથી ગુસ્સામાં આ ગુનો થયો છે.

ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા વાકરની હત્યા 28 વર્ષીય આફતાબ પૂનાવાલાએ કરી હતી, જેણે તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા અને ઘણા દિવસો સુધી મધ્યરાત્રિએ સમગ્ર શહેરમાં શરીરના ભાગો ફેંકી દીધા હતા.દિલ્હી પોલીસ શ્રદ્ધા વાકરની હત્યાના કેસમાં આજે આરોપી આફતાબ પૂનાવાલાનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવે તેવી શક્યતા છે.

પોલીસ હવે હત્યાના કથિત હથિયાર, શ્રદ્ધાનું માથું, કપડાં અને ફોન રિકવર કરવાની યોજના બનાવી રહી છે. અત્યાર સુધી પોલીસ માત્ર અમુક હાડકાં જ મેળવી શકી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આફતાબને મંગળવારે ફરી વીડિયોગ્રાફી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે મહારાષ્ટ્રના પાલઘરમાં બે પુરૂષોના નિવેદનો પણ નોંધ્યા છે જેમની પાસેથી 2020માં આરોપીઓ દ્વારા હુમલો થયા બાદ શ્રદ્ધા વાકરે મદદ માગી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.