stopped/ પુલિત્ઝર પુરસ્કાર વિજેતા કાશ્મીરી ફોટો જર્નાલિસ્ટ સના ઇર્શાદ મટ્ટુને પેરિસ જતા અટકાવવામાં આવ્યા,જાણો

પુલિત્ઝર પુરસ્કાર વિજેતા કાશ્મીરી ફોટો જર્નાલિસ્ટ સના ઇર્શાદ મટ્ટૂને શનિવારે દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ ફ્રાન્સ જતા અટકાવ્યા હતા

Top Stories India

પુલિત્ઝર પુરસ્કાર વિજેતા કાશ્મીરી ફોટો જર્નાલિસ્ટ સના ઇર્શાદ મટ્ટૂને શનિવારે દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ ફ્રાન્સ જતા અટકાવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અધિકારીઓએ આ માટે જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા પત્રકાર પર લાદવામાં આવેલા પ્રતિબંધોને ટાંક્યા હતા. સના ઇર્શાદ મટ્ટૂ એક બુક લૉન્ચ ઇવેન્ટમાં હાજરી આપવા અને ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં ભાગ લેવા પેરિસ જઈ રહી હતી ત્યારે તેને દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ અટકાવી હતી. મટ્ટુએ કહ્યું કે આજે જે પણ થયું તે સંપૂર્ણપણે અનપેક્ષિત હતું.

તેમણે ટ્વીટ કર્યું, ‘સેરેન્ડિપિટી આર્લ્સ ગ્રાન્ટ 2020ના 10 પુરસ્કારોમાંના એક તરીકે, હું પુસ્તક વિમોચન અને ફોટોગ્રાફી પ્રદર્શન માટે દિલ્હીથી પેરિસ જવાની હતી. ફ્રેન્ચ વિઝા મળવા છતાં મને દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન ડેસ્ક પર રોકવામાં આવી. મટ્ટૂએ તેના રદ કરાયેલા બોર્ડિંગ પાસની તસવીર પણ પોસ્ટ કરી અને લખ્યું, ‘મને કોઈ કારણ આપવામાં આવ્યું નથી. માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે તમે વિદેશ નહીં જઈ શકો. જો કે રાજ્ય અથવા કેન્દ્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી, જમ્મુ અને કાશ્મીર પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, મટ્ટૂ ખીણના કેટલાક એવા પત્રકારોમાંના એક છે જેમને ‘નો-ફ્લાય લિસ્ટ’માં મૂકવામાં આવ્યા છે