Sports/ દુનિયાભરના બેટ્સમેનોને ઘૂંટણીયે લાવનાર આ બોલર, પોતે જ ઘૂંટણથી પરેશાન, 47માં જન્મદિવસે ભાવુક થયો

જ્યારે પણ દુનિયાના સૌથી ઝડપી બોલરનો ઉલ્લેખ થશે ત્યારે શોએબ અખ્તરનું નામ સૌથી પહેલા આવશે. રાવલપિંડી એક્સપ્રેસના નામથી પ્રખ્યાત શોએબ અખ્તર પણ સામાન્ય માણસોની જેમ જીવનની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.

Top Stories Sports

એક સમય હતો જ્યારે શોએબ અખ્તરના નામથી મોટા બેટ્સમેન ધ્રૂજતા હતા. શોએબ અખ્તરે ટીમ ઈન્ડિયા સામે ઘણી વખત શાનદાર બોલિંગ કરી હતી, જેના કારણે ભારતમાં પણ તેના ચાહકો છે. શોએબ અખ્તરને ટક્કર આપનારાઓમાં ભારતના સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને અમુક અંશે રાહુલ દ્રવિડનું નામ આવે છે, જેમણે આ કરિશ્માઈ બોલરની સામે થોડી તાકાત બતાવી હતી પરંતુ હાલમાં આ બોલર પોતે જ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. શોએબે પોતાના 47માં જન્મદિવસ પર એક વીડિયો શેર કરીને પોતાની હાલત વિશે જાણકારી આપી છે.

આજે શોએબનો જન્મદિવસ છે
રાવલપિંડી એક્સપ્રેસના નામથી પ્રખ્યાત શોએબ અખ્તરનો આજે જન્મદિવસ છે. તે પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહ્યો છે પરંતુ તેની હાલત દુનિયાભરના ક્રિકેટ ચાહકોને પરેશાન કરી રહી છે. 2011માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર અખ્તર છેલ્લા 11 વર્ષથી માત્ર ઘૂંટણની સમસ્યાથી પરેશાન છે. હાલમાં જ તેણે મેલબોર્નમાં ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું છે અને સોશિયલ મીડિયા દ્વારા તેની સ્ટોરી પણ શેર કરી છે. શોએબ અખ્તરે પોતાના 47માં જન્મદિવસના અવસર પર પોતાની સર્જરી વિશે ફેન્સને મોટી માહિતી આપી છે. આ જાણીને શોએબના ચાહકો ખૂબ નારાજ થઈ ગયા છે.

https://twitter.com/shoaib100mph/status/1556052211456696326?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1556052211456696326%7Ctwgr%5Edb9c704171503fb221455f10c44355e43e50d194%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fstatic.asianetnews.com%2Ftwitter-iframe%2Fshow.html%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Fshoaib100mph%2Fstatus%2F1556052211456696326%3Fref_src%3Dtwsrc5Etfw

 

શોએબ અખ્તરે જણાવ્યું હતું
દુનિયાના સૌથી ઝડપી બોલર ગણાતા શોએબ અખ્તરે એક વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં તેણે કહ્યું છે કે 8 થી 12 અઠવાડિયામાં હું આમાંથી સાજો થઈ જઈશ. પણ હવે હરું-ફરું છું. કહ્યું કે હું અત્યારે મળવાની સ્થિતિમાં નથી. જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શોએબે કહ્યું કે હું રિકવરી મોડ પર છું અને તમારી પ્રાર્થનાઓ મારા સુધી પહોંચી રહી છે. શોએબે લખ્યું કે ખરાબ સમાચાર એ છે કે પાંચ વર્ષ પછી મારે મારા ઘૂંટણને ફરીથી સંપૂર્ણપણે બદલવો પડશે. બરફ, દર્દ અને ગોળીઓ… છેલ્લા પાંચ-છ દિવસથી મારા જીવનમાં આ જ ચાલી રહ્યું છે.

કોણ છે શોએબ અખ્તર
પાકિસ્તાનના ક્રિકેટ ઈતિહાસમાં શોએબ અખ્તરનું નામ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. તેણે માત્ર પાકિસ્તાન માટે મેચો જ નથી જીતી પરંતુ દરેક ક્રિકેટ પ્રેમીઓનું દિલ પણ જીતી લીધું. શોએબે પોતાની ફાસ્ટ બોલિંગથી દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓને આકર્ષ્યા છે. રાવલપિંડી એક્સપ્રેસ તરીકે જાણીતા શોએબ અખ્તરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 444 વિકેટ લીધી છે. તેણે 46 ટેસ્ટમાં 178 વિકેટ, 163 વનડેમાં 247 વિકેટ અને 15 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 19 વિકેટ ઝડપી છે. તેણે આજથી 11 વર્ષ પહેલા એટલે કે 2022માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

Photos/ પૃથ્વી પર દિવસ થઈ રહ્યો છે મોટો, વૈજ્ઞાનિકો પણ નથી જાણતા સાચું કારણ