Vadodara News/ વડોદરાના વાંકાનેડા જૂથ ગ્રામપંચાયતના તમામ રેકોર્ડ જિલ્લા તંત્રના કબ્જે, વિકાસ કાર્યોમાં ગંભીર ગેરરીતિની આશંકા

વડોદરા જિલ્લાના વાંકાનેડા જૂથ ગ્રામપંચાયતમાં વિકાસ કાર્યોમાં ગેરરીતિની (corruption) શંકા વચ્ચે જિલ્લા વિકાસ અધિકારીની ટીમે પંચાયતના મહત્વના રેકોર્ડ કબ્જે કર્યા.

Top Stories Gujarat Vadodara Breaking News
Corruption

Vadodara News:વડોદરા જિલ્લાના સાવલી તાલુકા અંતર્ગત આવતા વાંકાનેડા જૂથ ગ્રામપંચાયતમાં વિકાસ કાર્યોમાં ગંભીર ગેરરીતિ અને ભ્રષ્ટાચારની (Corruption) શંકાના આધારે જિલ્લા વિકાસ અધિકારીની આગેવાની હેઠળની તપાસ ટીમે પંચાયતના તમામ મહત્વના રેકોર્ડ કબ્જે લીધા છે. આ કાર્યવાહીથી ગામમાં હલચલ મચી ગઈ છે અને ગ્રામજનોમાં રાહતનો માહોલ છે.ગ્રામજનોની લાંબી રાહ જોયા બાદ આ કાર્યવાહી થઈ છે.

RTI માહિતી બાદ ભ્રષ્ટાચારની (Corruption) શંકા

Corruption

વાંકાનેડા અને આસપાસના ગામોના રહેવાસીઓએ આરોપ લગાવ્યો હતો કે પંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો માત્ર કાગળ પર જ છે, જમીન પર તેનું અસ્તિત્વ નથી. આ ઉપરાંત, મહત્વના દસ્તાવેજો ગાયબ થયા હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.ગ્રામજનોએ આરટીઆઈ (RTI) મારફતે મેળવેલી માહિતીના આધારે ભ્રષ્ટાચારની (Corruption) શંકા વ્યક્ત કરી હતી. તેમણે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ બે વખત લેખિત આવેદનો રજૂ કર્યા હતા. આ આવેદનોમાં વિકાસ કાર્યોના નાણાંના દુરુપયોગ, ખોટા બિલ અને ગેરરીતિઓના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

Corruption

આ ફરિયાદોના પગલે જિલ્લા કક્ષાની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી પંચાયત કચેરીમાંથી તમામ રેકોર્ડ, ફાઇલો અને દસ્તાવેજો કબ્જે લીધા છે. તપાસ દરમિયાન વિકાસ કાર્યોની વાસ્તવિકતા, નાણાકીય વ્યવહારો અને ગુમ થયેલા દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે.ગ્રામજનોની માંગ છે કે તપાસમાં સત્ય બહાર આવે અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :વડોદરા મનપાની ઘોર બેદરકારી, મકાનમાં શોર્ટ સર્કિટની ઘટના, ફાયર ટીમને પહોંચવામાં થયો વિલંબ

આ પણ વાંચો :Rakshit Chaurasiaને ગુજરાત હાઈકોર્ટથી જામીન, વડોદરામાં નશામાં અકસ્માત કરતા એકનું મોત થયું હતું

આ પણ વાંચો :વડોદરામાં દિલધડક અકસ્માત, 20 વર્ષીય યુવક મોતના મુખેથી પરત