Rajkot News:રાજકોટની સૌ.યુનિવર્સિટી કેમ્પસ પાસે આવેલી સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવ અને ભોજનની ખરાબ ગુણવત્તાને લઈને મોટા પ્રમાણમાં વિરોધ નોંધાવ્યો છે.વિદ્યાર્થીઓનો આરોપ છે કે હોસ્ટેલમાં વારંવાર ભોજનમાં ઈયળ અને જીવાત મળી આવે છે, જેની અનેકવિધ રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થતી નથી.સમરસ હોસ્ટેલ ગુજરાત સરકારની (Government of Gujarat) યોજના હેઠળ ચાલે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મફત રહેઠાણ અને ભોજનની સુવિધા આપવામાં આવે છે. જોકે, આ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ભોજનની ગુણવત્તા અત્યંત નબળી છે.
પ્રાથમિક સુવિધાઓને લઈ વિધાર્થીઓએ (Student) કર્યો વિરોધ

“વારંવાર જમવામાં ઈયળ અને જીવાત મળી આવે છે, જેનાથી આરોગ્યને જોખમ ઊભું થાય છે.આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ હોસ્ટેલની લિફ્ટ વારંવાર બંધ રહેવાની અને પીવાના પાણીની અશુદ્ધતાની પણ ફરિયાદ કરી છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં હોસ્ટેલ તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી, જેના કારણે વિદ્યાર્થીઓમાં (Student) રોષ ભભૂકી ઊઠ્યો છે.મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઈને હોસ્ટેલ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓએ સૂત્રોચ્ચાર કરીને હોસ્ટેલ વહીવટીતંત્રની (Administration) બેદરકારીનો વિરોધ કર્યો. આ ઘટનાથી યુનિવર્સિટી કેમ્પસમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું.ગુજરાતમાં (Gujarat) સમરસ હોસ્ટેલોની સમસ્યાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે.વડોદરા, અમદાવાદ અને અન્ય સ્થળોએ પણ ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે.

આ પહેલા ભાવનગરની (Bhavnagar) સમરસ હોસ્ટેલમાં (Samaras Hostel) જમવામાં જીવાત નીકળતા મોડી રાત્રે હોબાળો થયો હતો. ABVPની આગેવાનીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ (Student) ધરણા પર બેઠા હતા. ભાવનગરની સમરસ હોટલમાં અગાઉ પણ જમવામાં જીવાત નીકળતા હોબાળો મચી ગયો હતો. અગાઉ પણ NSUI દ્વારા ચાર વખત કરવામાં વિરોધ આવ્યો હતો. સમાજ કલ્યાણ અધિકારીને બદલવા વિદ્યાર્થીઓએ ઉગ્ર માગ કરી હતી. અધિકારી દબંગગીરી કરી હોસ્ટેલમાં એકહથ્થુ શાસન ચલાવતા હોવાના આક્ષેપો થયા હતા.
આ પણ વાંચો:ભાવનગરની સમરસ હોસ્ટેલમાં જીવાત નીકળતા હોબાળો
આ પણ વાંચો:આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો
આ પણ વાંચો:સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ
