દુર્ઘટના/ જમ્મૂ કાશ્મીર વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ, 10થી વધુનાં મોત

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ માતા વૈષ્ણો દેવી મંદિરમાં થયેલી ભાગદોડમાં 12 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.

Top Stories India
વૈષ્ણોદેવી
  • જમ્મૂ કાશ્મીર વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ
  • મંદિરમાં ભાગદોડમાં 10થી વધુના મોત
  • અનેક લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા
  • ઘાયલોને નારાયણ હોસ્પિટલ ખાતે ખસેડાયા
  • નવા વર્ષમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી
  • હાલ વૈષ્ણોદેવીયાત્રા સ્થગિત

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ માતા વૈષ્ણો દેવી મંદિરમાં થયેલી ભાગદોડમાં 12 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જમ્મુ-કાશ્મીરનાં રિયાસી જિલ્લાની પોલીસે જણાવ્યું કે, હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.

આ પણ વાંચો – વડોદરા પ્રાદેશિક કમિશનર સમક્ષ /  વિપક્ષી નેતા સલીમ પાનવાલાની લઘુમતી વિસ્તારોની વિકાસની ઉપેક્ષાઓ સામે ગંભીર રજુઆત કરી..!!

આપને જણાવી દઇએ કે, નાસભાગનાં કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નવા વર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો માતાનાં દર્શન માટે પહોંચ્યા હતા. દરમ્યાન નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે અનેક શ્રદ્ધાળુઓ દર્શન કર્યા વગર પરત ફરી રહ્યા છે. મૃતકોમાં દિલ્હી, હરિયાણા, પંજાબનાં ભક્તોનો સમાવેશ થાય છે. બ્લોક મેડિકલ ઓફિસર ડૉ. ગોપાલ દત્તે કહ્યું, “માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગમાં 12 લોકોનાં મોત થયા છે. હજુ સુધી ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી. મૃતકોનું પોસ્ટમોર્ટમ થવાનું છે. આ ઉપરાંત ઘાયલોને સારવાર માટે નારાયણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 26 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરનાં ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, આ ઘટના સવારે 2.45 વાગ્યે બની હતી. તેમણે કહ્યું કે, પ્રારંભિક અહેવાલોમાં અમને જાણવા મળ્યું છે કે કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો હતો અને મારામારીની સ્થિતિ સર્જાઈ હતી. આ પછી લોકો ભાગવા લાગ્યા, જેના કારણે આ અકસ્માત થયો.

આ પણ વાંચો – દેશના 160 થી વધુ પ્રબુદ્ધ / નાગરિકોનો રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને ખુલ્લો પત્ર, ધર્મ સંસદમાં અભદ્ર ભાષણ કરનારાઓ સામે કાર્યવાહીની માંગ

ઘાયલોમાં ઘણા લોકોની હાલત પણ નાજુક છે. હાલમાં 26 ઘાયલોને સારવાર માટે માતા વૈષ્ણોદેવી નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિયાસીનાં પોલીસ કંટ્રોલ રૂમે જણાવ્યું કે બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડનાં પ્રતિનિધિઓ અને ઘણા વરિષ્ઠ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. નાસભાગનું કારણ જાણવામાં આવી રહ્યું છે.