Ahmedabad News: GMDC ગ્રાઉન્ડની સામે આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દ્વારા ન્યાય આપોના નારાબાજી સાથે હોબાળો કર્યો હતો. હોબાળો કરવાનું મુખ્ય કારણ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને વાસી ભોજન અપાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને 200 થી વધુ વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને જમવામાં વાસી ભોજન અપાયુ હતુ. જેમા વાસી, સુકાયેલા પાંઉ અને પાણીથી તરબોળ ભાજી આપવામાં આવી હતી.
ગુજરાત યુનિવર્સિટીની પાછળના ભાગમાં GMDC ગ્રાઉન્ડની સામે સરકારી સમરસ હોસ્ટેલ આવેલી છે. જેમાં બોયઝ હોસ્ટેલમાં 200 વિદ્યાર્થીઓ હોબાળો કર્યો હતો. આ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જે જમવાનું આપવામાં આવે છે તે ગુણવત્તાયુક્ત હોતું નથી. હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાનો જ અભાવ છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓનો આરોપ છે કે વાસી પાંઉ અને ભાજી તો ખાવાલાયક ન હતા પરંતુ જે રાઈસ બનાવ્યા હતા તે પણ કાચા હતા. તે પણ ખાઈ શકાય તેમ ન હતા. વિદ્યાર્થીઓએ જમ્યા વિના જ ભોજન કચરામાં ફેંકી દઈ હોબાળો મચાવ્યો હતો. મેસ સંચાલક પાસે વિદ્યાર્થીઓેએ નવુ ભોજન માગ્યુ હતુ. જો કે મેસ સંચાલકે બીજુ ભોજન આપ્યુ ન હતુ. જેના કારણે અકળાયેલા વિદ્યાર્થીઓએ હંગામો કર્યો હતો. ઘટનાને પગલે હોસ્ટેલ સંચાલક અને રેક્ટરને બોલાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર સંચાલિત આ હોસ્ટેલ વિદ્યાર્થીઓની ફી થી લઈ જમવા સહિતનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. આ પ્રથમવાર નથી કે ભોજનને લઈને સમરસ હોસ્ટેલ વિવાદમાં આવી હોય. અગાઉ પણ અનેકવાર હોસ્ટેલમાં ખરાબ જમવાનુ આપવાને લઈને હોસ્ટેલ વિવાદમાં આવી ચુકી છે. આ અગાઉ ગર્લ્સ હોસ્ટેલમાં પણ જમવામાં જીવાત હોવાની ઘટના સામે આવી હતી. વિદ્યાર્થીઓ ખરાબ ગુણવત્તાના ભોજનને લઈને અનેકવાર દેખાવ કરી ચુક્યા છે પરંતુ હજુ તેમા કોઈ સુધાર જણાતો નથી.
આ પણ વાંચો:ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ
આ પણ વાંચો:જામનગરમાં પુત્રના મોતના સમાચાર સાંભળીને માતાએ પણ છોડ્યા પ્રાણ
આ પણ વાંચો:ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય
આ પણ વાંચો:સુરતના એક વ્યક્તિએ માટી અને નાળિયેરના રેસામાંથી ગણેશજીની પ્રતિમા બનાવી