કોરોના અપડેટ/ રાજ્યમાં કોરોનાના નવા 546 કેસ,એક પણ દર્દીનું મોત નહીં

રાજ્યમાં કોરોનાના નવા 546 કેસ નોંધાયા છે જ્યારે કોરોનાને માત આપીને 463 દર્દીઓ સાજા પણ થયા છે

Top Stories Gujarat
1 102 રાજ્યમાં કોરોનાના નવા 546 કેસ,એક પણ દર્દીનું મોત નહીં

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જે ચિંતાજનક બાબાત છે. ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસમાં સતત મંદ ગતિએ વધારો થઇ રહ્યો છે. જેના લીધે સરકાર એલર્ટ થઇ છે,અને અગમચેતી પગલાં ભરી રહી છે. આજે રાજ્યમાં કોરોનાાના નવા 546 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાકીય  માહિતી પરથી જાણવા મળે છે કે રાજ્યમાં કોરોનાના નવા 546 કેસ નોંધાયા છે જ્યારે કોરોનાને માત આપીને 463 દર્દીઓ સાજા પણ થયા છે,જ્યારે કુલ દર્દીઓએ કોરોનાને માત આપી છે તેની સંખ્યા 12,22,844 છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કુલ 4129 એક્ટિવ કેસ છે. જેમાંથી 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 4125 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 12,22,844 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10948 દર્દીઓના કોરોનાને કારણે  મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.

રાજ્યમાં કોરોનાના સ્થિતિની વાત કરીએ તો આજે અમદાવાદમાં 255,સુરતમાં 75 વડોદરમાં 37 અને ભાવનગરમાં 30 અને ગાંધીનગરમાં 17 મહેસાણા 14 ,સુરતમાં 14 અને વલસાડમાં 13 કેસ નોંધાયા છે.