Crime/ જ્વેલર્સમાં તોડફોડ મામલે પોલોસે નિર્દોષ યુવકોને ફસાવ્યાનો આરોપ, શહેર કમિશનરને કરાઈ ફરિયાદ

શહેરનાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિરુદ્ધમાં કેટલાક નાગરિકો આજે કમિશનર ઓફિસ ખાતે કમિશનર સંજય શ્રીવાસ્તવને લેખિત ફરિયાદ કરી છે.

Ahmedabad Gujarat
Untitled 1 12 જ્વેલર્સમાં તોડફોડ મામલે પોલોસે નિર્દોષ યુવકોને ફસાવ્યાનો આરોપ, શહેર કમિશનરને કરાઈ ફરિયાદ

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

શહેરનાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિરુદ્ધમાં કેટલાક નાગરિકો આજે કમિશનર ઓફિસ ખાતે કમિશનર સંજય શ્રીવાસ્તવને લેખિત ફરિયાદ કરી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, કૃષ્ણનગર સર્વેલન્સ સકવોર્ડનાં PSI ગોહિલ અને એક કોન્સ્ટેબલ હિરેન બારોટ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સાહિલ ઉર્ફે જોગી જીતુભાઈ પટેલની તથા હાર્દિક સુરેશભાઈ પરમારની ખોટા કેસમાં સંડોવણી કરી ગેરકાયદેસર રીતે ધરપકડ કરી છે.

Untitled 1 14 જ્વેલર્સમાં તોડફોડ મામલે પોલોસે નિર્દોષ યુવકોને ફસાવ્યાનો આરોપ, શહેર કમિશનરને કરાઈ ફરિયાદ

આંતરિક ગણગણાટ શરૂ / ગાંધીનગર મનપાની ચૂંટણીમાં નો-રીપીટ થિયરી BJP માટે કપરા ચઢાણ સમાન

એટલું જ નહીં પોલીસ દ્વારા થર્ડ ડિગ્રી માર મારીને માથાભારે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમા બારડનાં સાગરીતો હોવાની કબૂલાત કરવા ખોટું દબાણ કરવામાં આવી રહ્યું છે. પોલીસનાં આવા વલણથી પરેશાન યુવકોનાં પરિવારજનોએ આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરીને ન્યાય અપાવવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા કૃષ્ણ નગર ચાર રસ્તા પાસે આવેલ જ્યોતિ જ્વેલર્સમાં કેટલાક લોકોએ જૂની અદાવતમાં તોડફોડ મચાવી હતી.

Untitled 1 13 જ્વેલર્સમાં તોડફોડ મામલે પોલોસે નિર્દોષ યુવકોને ફસાવ્યાનો આરોપ, શહેર કમિશનરને કરાઈ ફરિયાદ

ફાંસી / આ BJP કાર્યકરનો મૃતદેહ મળી આવ્યો, અહીં ચૂંટણી ટાણે જ ખેલાયો ખૂની ખેલ

આ ઘટનાનાં અનુસંધાનમાં કૃષ્ણનગર પોલીસે કેટલાક નિર્દોષ યુવકોને પકડીને જેલમાં પૂરી દીધા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. બેલેન્સ માં થયેલી તોડફોડ દરમ્યાન સીસીટીવી ફુટેજમાં કેટલાક લોકોની હાજરી ન હોવા છતાં પોલીસે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને એમની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હોવાની ફરિયાદ શહેર પોલીસ કમિશનરને કરવામાં આવી છે. જેથી યુવકોના પર પરિવારજનોએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી ખોટી કાર્યવાહી સામે અવાજ ઉઠાવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ