Yog Studio/ આંતરરાષ્ટ્રીય યોગ દિને 21 યોગ સ્ટુડિયો શરૂ કરવાની સીએમની જાહેરાત

આંતરરાષ્ટ્રીય યોગ દિને સીએમે રાજ્યમાં 21 યોગ સ્ટુડિયો શરૂ કરવાની જાહેરાત કરી હતી. આગામી દિવસોમાં રાજ્યના દરેક જિલ્લામાં એક યોગ સ્ટુડિયો રાખવાની સરકારની નેમ છે.

Top Stories Gujarat

આજે 21મી જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં સુરતમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ દિવસે સીએમે રાજ્યમાં 21 યોગ સ્ટુડિયો શરૂ કરવાની જાહેરાત કરી હતી. આગામી દિવસોમાં રાજ્યના દરેક જિલ્લામાં એક યોગ સ્ટુડિયો રાખવાની સરકારની નેમ છે. સુરતમાં વાય જંક્શન ખાતે આ યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક વિશ્વ વિક્રમ પણ સર્જાયો હતો. તેમા લગભગ દોઢ લાખ લોકોએ એકસાથે યોગ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રએ આ સાથે ટ્વીટ કરીને સૌ ગુજરાતીઓને યોગ દિવસની શુભકામના પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ. યોગ માત્ર શારીરિક કસરત નથી, એ જીવનને તેની સંપૂર્ણતામાં ખીલવવાનું શાસ્ત્ર છે. દુનિયાના લાખો લોકોએ રોજિંદા જીવનમાં યોગને અપનાવીને તેના અગણિત લાભ અનુભવ્યા છે. આવો.. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, યુએનમાં PM મોદીએ યોગ કરીને ફરી એકવાર ભારત માતાને ગર્વ અપાવ્યું છે. આ સાથે જ તેમણે યોગના 21 યોગ સ્ટુડિયો શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. યોગ દિવસના કાર્યક્રમને લઈને સવારે 4 વાગ્યાથી લોકો આવવા લાગ્યા હતા. આ માટે 250 સ્ક્રીનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, સુરતમાં આજે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં 1.25 લાખથી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા હતી. જેની સામે લગભગ દોઢ લાખ જેટલા લોકો જોડાયા હતા. આ તમામ લોકો સુરત શહેરના 12 કિલોમીટર લાંબા રોડ અને બીઆરટીએસ બસ રૂટ પર બેસીને યોગ કર્યો હતો અને એક વિશ્વ વિક્રમ સર્જાયો હતો.

આ પણ વાંચોઃ  Modi-Thinktank/ PM મોદીની શિક્ષણવિદો અને થિન્ક ટેન્ક ગ્રુપના સભ્યો સાથે મુલાકાત

આ પણ વાંચોઃ International Yog Day/ યોગ હવે વૈશ્વિક આંદોલનઃ પીએમ મોદી

આ પણ વાંચોઃ ENG Vs AUS/ એશિઝની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને બે વિકેટથી હરાવ્યું,કમિન્સ અને લિયોને 55 રનની ભાગીદારીએ અપાવી જીત

આ પણ વાંચોઃ પ્રહાર/ કર્ણાટકના CM સિદ્ધારમૈયાના ચોખા વિતરણ મામલે કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર,કેન્દ્રીય મંત્રીએ આપ્યો આ જવાબ

આ પણ વાંચોઃ Railway/ રેલવે મુસાફરો માટે ખુશખબર,હવે 15 રૂપિયામાં મળશે ભોજન,જાણો વિગત