દીવમાં એમ્બ્યુલન્સની ટક્કર મારતા પ્રોફેસરનું મોત નીપજ્યું હતું.મૃતક પ્રોફેસર ઉનાની કોલેજમાં ફરજ બજાવતા હતા જ્યારે તેમને ટક્કર મારનાર એમ્બ્યુલન્સ સરકારી હોવાનું જાણવા મળ્યું છે.
ઊના કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસર કે.જે. વાળા બાઇક લઇને જઇ રહ્યાં હતા તે સમયે દીવ તરફ જતી સરકારી એમ્બ્યુલન્સના ચાલકે તેમના બાઇકને ટક્કર મારી હતી.એવું માનવામાં આવે છે કે એમ્બ્યુલન્સ ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને એમ્બ્યુલન્સ બાપા સીતારામનાં ઓટલા સાથે અથડાઈ હતી. આ બનાવથી ઓટલાનાં છાપરાનો ભુક્કો બોલી ગયો હતો.
અકસ્માત થતા પ્રોફેસર વાળા ગંભીર રીતે ઘવાયેલ હતા અને લોહીલુહાણ હાલતમાં પ્રોફેસરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ડ્રાઈવર સહિત એમ્બ્યુલન્સમાં સવાર ત્રણથી ચાર લોકોને પણ નાની મોટી ઈજા થઈ હતી.
મહત્વનું છે કે આ પહેલા પણ અરવલ્લી જીલ્લાના શામળાજી મોડાસા હાઈવે ખાલી એમ્બ્યુલન્સે બળદ ગાડું લઇ જતા ખોડંબાના એક ખેડૂતના બળદ ગાડાને ટક્કર મારી હતી. જેમાં બળદ ગાડા ઉપર સવાર પ્રભાભાઈ સદાભાઈ પટેલ નામના ખેડૂતનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. જ્યારે બે બળદોને ગંભીર ઈજાઓ પહોચી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
