- સુરતમાં 21 વર્ષિય યુવકનું નિપજ્યું મૃત્યુ
- ઇન્સ્ટાગ્રામ રીલ બનાવતી વખતે યુવકનું મૃત્યુ
- કેનાલ રોડ પર બનાવી રહ્યો હતો વીડિયો
- કાપડ વેપારીનો પુત્ર હતો 21 વર્ષિય પ્રથમ વાધવાની
- વિડીયો શરૂ કરતાં પહેલાં જ જમીન પર ઢળી પડ્યો
- અચાનક મૃત્યુનું કારણ હજુ અકબંધ
સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આજની યુવા પેઢી શોર્ટ વીડિયો બનાવી લોકોને એન્ટરટેઈન કરવા, લોકોની લાઈક્સ, કમેન્ટ્સ, વ્યૂઝ મેળવવાના ઘેલા લાગ્યા છે. યુવક યુવતીઓ આ માટે ન કરવાનું પણ કરતાં હોય છે. ઘણા વીડિયોમાં તો અન્યોને પણ જોખમ થાય તેવું પણ કરતાં હોય છે. ત્યારે આવું જ સુરતમાં બન્યું છે. શોર્ટ વીડિયો બનાવતી વખતે જમીન પર પડી ગયેલા યુવાનનું રહસ્યમય મોત થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે. આ 21 વર્ષની યુવતી પર અગાઉ સાડીના વેપારીનો પુત્ર અને શોર્ટ વીડિયો પ્રેમી હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો :પેરાશૂટની સફરનો શોખ છે પણ જરા સંભાલ કે..આ કિસ્સો વાંચજો
પીડિત પિતા મુરલીધર વાઘવાણીએ આ ઘટના બાદ કહ્યું હતું કે, ઘટનાની જાણ બાદ હોંશ ઉડી ગયા હતા. પ્રથમ માત્ર 21 વર્ષનો હતો. એક મોટાભાઈ અને માતા-પિતા અને દાદી સાથે રહેતો હતો. ઘરમાં સૌનો લાડકો હતો. તેઓ પોરબંદરના રહેવાસી છે. ધોરણ- 9 બાદ અભ્યાસમાં રૂચિ ન રહેતા મારી (પિતા) સાથે જ સાડીના વેપારમાં જોડાઈ ગયો હતો.

નરેશ વાઘવાણી કહ્યું હતું પ્રથમને સિવિલ લઈ આવ્યા બાદ સ્ટેચર ન મળ્યું, પૂછપરછ કરી નોકરી ચાલી જશે, જબજસ્તી સ્ટેચર લઈ આવ્યા બાદ બીજે લઈ જવા 108 એ અમને સાથ સહકાર આપ્યો એને પણ જબરજસ્તી કરી ત્યારે એ ખાનગી હોસ્પિટલમાં લઈ જવા તૈયાર થયો, પણ ત્યાં સુધીમાં સમય નીકળી ગયો હતો અને પ્રથમનું મોત થયું હતું.
આ પણ વાંચો :જાણો, કેમ રાજકોટથી મુંબઈ જતી ફ્લાઇટ કરવી પડી કેન્સલ, મુસાફરોને પડી હાલાકી
આ પણ વાંચો :વલસાડમાં ગમખ્વાર અકસ્માત કાર ટેમ્પો સાથે અથડાતાં બે લોકોના ઘટનાસ્થળે મોત એકની હાલત ગંભીર
આ પણ વાંચો :ઐતિહાસિક ગાંધીબાગમાં થઇ આ કિંમતી વસ્તુની ચોરી..જાણો
આ પણ વાંચો :આ વૃદ્ધ મહિલાની આંખમાંથી નીકળી 40 ઈયળો, ડોક્ટર પણ થઈ ગયા આશ્ચર્યચકિત
