Vaccinated/ SII પરથી કોરોનાની રસી સાથે ટ્રકો પુના એરપોર્ટ રવાના,આટલા વાગે ફ્લાઈટમાં રસી આવશે અમદાવાદ

સમગ્ર વિશ્વની સાથે છેલ્લા દસ મહિનાથી કોરોના મહામારીનો સામનો કરી રહેલા ભારત માટે આજે ખૂબ જ મહત્વનો દિવસ છે. મહામારી કોરોના વાયરસ પર જીત મેળવવાની તૈયારીમાં લાગેલા ભારત માટે ખુશખબર છે.

Top Stories Gujarat
1

સમગ્ર વિશ્વની સાથે છેલ્લા દસ મહિનાથી કોરોના મહામારીનો સામનો કરી રહેલા ભારત માટે આજે ખૂબ જ મહત્વનો દિવસ છે. મહામારી કોરોના વાયરસ પર જીત મેળવવાની તૈયારીમાં લાગેલા ભારત માટે ખુશખબર છે. 16 જાન્યુઆરીથી  વેક્સીનેશન માટે કોવિશિલ્ડ રસીનો પહેલો જથ્થો પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી રવાના થઈ ચૂકયો છે. તેની માહિતી પુણેના ડીસીપી નમ્રતા પાટીલે આપી હતી.. કોવિશીલ્ડનો પહેલો જથ્થો SIIમાંથી ટ્રક મારફતે રવાના થઇ રહ્યો હતો ત્યારે હાજર સૌ લોકોએ તાળીઓનો ગડગડાટ કર્યો હતો, લોકોના ચહેરા પર ખુશી હતી કે હવે દેશવાસીઓ હવે કોરોનાને હરાવી દેશે.

3 trucks loaded with SII's Covishield vaccine leave Pune ahead of Jan 16 rollout | Hindustan Times

Supreme Court / સુપ્રીમ કોર્ટ લગાવી શકે છે કૃષિ કાયદાઓ પર રોક, આજે મહત્વની સ…

આ અંગે તાજા જાણકારી પ્રમાણે રસીનો પહેલો જથ્થો અહીંના સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી મોકલવામાં આવ્યો છે. અમે ચુસ્ત બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા કરી છે. કોવિશિલ્ડ રસી ભરેલી ત્રણ ટ્રક મંગળવારે વહેલી સવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાથી નીકળી પુનાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી હતી. એરપોર્ટથી વેક્સીન દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવશે. જ્યાં રસીકરણની કામગીરી 16 જાન્યુઆરીથી શરૂ થશે.સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે કોરોનાની રસી લઈને સાત ટ્રકો serum institute of india માંથી નીકળીને પુના એરપોર્ટ પર પહોંચી હતી. તેમજ પ્રથમ ડોઝનો જથ્થો દિલ્હી ફ્લાઈટમાં જશે અને 9 : 45 કલાકે એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી અમદાવાદ માટે રવાના કરવામાં આવશે.

Serum Institute's first Covid-19 vaccine consignments to reach 13 locations today

Bollywood / વધુ એક અભિનેત્રી બની માતા,દંગલ ફેઈમ બબીતા ફોગટે આપ્યો દીકરાન…

દેશમાં 16 મી જાન્યુઆરીથી રસીકરણ ઝુંબેશ શરૂ થાય તે પહેલાં સરકારે કોવિડ-19 રસીના છ કરોડથી વધુ ડોઝ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) અને ભારત બાયોટેક પાસેથી મંગાવ્યા. આ ઓર્ડરની કુલ કિંમત આશરે 1300 કરોડ રૂપિયા હશે. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે ભારત બાયોટેકના 55 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. જેની કિંમત 162 કરોડ છે. સોમવારે સરકારે ઓક્સફર્ડની કોવિડ-19 રસી ‘કોવિશિલ્ડ’ ના 1.1 કરોડ ડોઝ ખરીદવાનો આદેશ આપ્યો છેસોમવારે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે રસીકરણના બીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના તમામ લોકો અને 50 વર્ષથી ઓછી ઉંમરના એ લોકોને જેમને ચેપનું સૌથી વધુ જોખમ છે. આ રસીકરણ અભિયાનમાં સૌથી અગત્યનું છે તે લોકોની ઓળખ અને દેખરેખ જેમને રસી આપવાની છે. બૂથ લેવલ સુધીની રણનીતિ અમલમાં મૂકવાની છે.

Covishield: Serum's first vaccine consignments to reach 13 locations today

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…