ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે કેનબેરામાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ ડ્રોમાં ખતમ થઈ હતી. આ રોમાંચક મેચ દરમિયાન મેદાનની બહાર કંઈક એવું થયું જેણે બધાનું દિલ જીતી લીધું. જણાવી દઇએ કે, તે સમયે પૂર્વ મહિલા ક્રિકેટર મેલ જોન્સ મેચની કોમેન્ટ્રી કરી રહી હતી. દરમિયાન, વરસાદે દખલ કરી હતી.
આ પણ વાંચો – Life Management / સર્કસમાં હાથીઓને પાતળા દોરડાથી બાંધવામાં આવ્યા હતા, તે આશ્ચર્યજનક હતું…કારણ જાણીને બધા ચોંકી ગયા
મેચ બંધ થતાં ચાહકો નિરાશ થયા હતા. વળી, કેટલીક છોકરીઓએ આ કંટાળા જનક સમયને દૂર કરવા માટે સ્ટેડિયમમાં જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. છોકરીઓનાં હાથમાં ટેનિસ બોલ હતો અને બેટનાં નામે તેઓ બોટલથી બોલને મારવા લાગ્યા હતા. ઘણી વખત છોકરીઓ એ નાની બોટલ વડે બોલ મારવાનું પણ ચૂકી જતા. જ્યારે મેલ જોન્સે છોકરીઓને આ રીતે રમતી જોઈ ત્યારે તે નવા ‘કુકાબુરા બેટ’ લઈને બાળકો પાસે પહોંચી. તેણે આ બેટ બાળકોને ભેટમાં આપ્યું હતું, જેને મેળવીને બાળકો ખૂબ જ ખુશ થયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેચમાં ટોસ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે 337/9 પર પ્રથમ ઇનિંગ ડિકલેર કરી હતી. રશેલ હેન્સે 86 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન મેગ લેનિંગે 93 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 297 રનમાં સમેટાઈ ગયું હતું. સુકાની હીથર નાઈટે 168 રનની અણનમ ઇનિંગ રમી હોવા છતાં વિપક્ષી ટીમ 40 રનની લીડ લેવામાં સફળ રહી હતી.
https://twitter.com/FoxCricket/status/1487284588896727040?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1487284588896727040%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fhindi-news%2Fsports-hindi%2Fcricket-news-ausw-vs-engw-mel-jones-gifts-bat-to-young-kids-video-viral-5213784%2F
આ પણ વાંચો – WI vs ENG / અંતિમ ઓવરમાં હોલ્ડરની શાનદારે હેટ્રિકનાં દમ પર વેસ્ટ ઈન્ડિઝની ટીમે ઈગ્લેન્ડને 17 રનથી હરાવી સીરીઝ નામે કરી
ઓસ્ટ્રેલિયાએ 216/7નાં સ્કોર પર બીજી ઇનિંગ ડિકલેર કરી હતી. બેથ મૂનીએ સૌથી વધુ 63 રન બનાવ્યા જ્યારે એલિસ પેરીએ ટીમનાં ખાતામાં 41 રન ઉમેર્યા. આ સાથે ઈંગ્લેન્ડને જીતવા માટે 257 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તેની સામે ટીમનાં બેટ્સમેને ખરાબ પ્રદર્શન કર્યુ હતુ. ઈંગ્લેન્ડે 9 વિકેટનાં નુકસાન પર 245 રન બનાવ્યા હતા અને કોઈક રીતે તેણે પોતાની છેલ્લી વિકેટ બચાવી લીધી હતી અને મેચને ડ્રો તરફ ધકેલી હતી.
