Cricket/ અંડર-19 નાં ખેલાડીઓનાં ભવિષ્યને લઇને BCCI બનાવી રહી છે ’19 પ્લસ’ ની યોજના

કમલ પાસીએ થોડાક સીઝન પહેલા પંજાબ માટે થોડી મેચો રમી હતી, રવિકાંત સિંઘ હવે ભારતીય ક્રિકેટ પ્લાનની નજીક નથી અને મનજોત કાલરા તેની કારકિર્દીનાં ચાર વર્ષનાં સર્વશ્રેષ્ઠ સમય પછી પણ આગડનાં સ્તર સુધીની ગતિ પકડી શક્યો નથી.

Sports

કમલ પાસીએ થોડાક સીઝન પહેલા પંજાબ માટે થોડી મેચો રમી હતી, રવિકાંત સિંઘ હવે ભારતીય ક્રિકેટ પ્લાનની નજીક નથી અને મનજોત કાલરા તેની કારકિર્દીનાં ચાર વર્ષનાં સર્વશ્રેષ્ઠ સમય પછી પણ આગડનાં સ્તર સુધીની ગતિ પકડી શક્યો નથી. આ તમામ ખેલાડીઓ અંડર-19 વર્લ્ડ કપનાં વિજેતા રહી ચૂક્યા છે પરંતુ સમય જતાં તેઓ પોતાની ગતિ જાળવી શક્યા નથી. આ એક એવો મુદ્દો છે જેના પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગંભીરતાથી કામ કરવું પડશે. તેથી નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) આ ખેલાડીઓનાં ભવિષ્યને તૈયાર કરવા માટે ’19 પ્લસ’ (19 વર્ષથી વધુ ઉંમરનાં) ખેલાડીઓ ઉમેરી શકે છે. આ સુનિશ્ચિત કરશે કે અંડર-19 સ્તરનાં ખેલાડીઓ આ વય મર્યાદાને પાર કર્યા પછી પણ ક્રિકેટ સિસ્ટમનો ભાગ બની રહે.

આ પણ વાંચો – IPL / IPLની નવી ફ્રેન્ચાઈઝીનું નામ અમદાવાદ ટાઇટન્સ રખાયું, IPL 2022 માટે 10 ટીમોના નામ જાહેર કરાયા

શેખ રશીદ (આંધ્ર), રવિ કુમાર (બંગાળ), રાજ અંગદ બાવા (ચંદીગઢ) અથવા યશ ધુલ (દિલ્હી) એવા ખેલાડીઓ છે જેઓ હજુ પણ તેમની રાજ્યની ટીમોમાં સ્થાન મેળવી શકે છે, પરંતુ વર્તમાન ભારતની અંડર-19 ટીમનાં ઘણા ખેલાડીઓ આ પદ, સ્તર અને રણજી ટ્રોફીમાં ફસાઇ જશે. ભારતીય સ્થાનિક પ્રણાલીમાં અગાઉ રાજ્ય સ્તરે અંડર-23 ટીમો હતી, પરંતુ બાદમાં તેને અંડર-25માં બદલી દેવામાં આવી હતી. જો કે, આ શ્રેણીમાં પહેલાથી જ ઘણા દાવેદારો છે. BCCI નાં એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “નેશનલ ક્રિકેટ એકેડમી ભવિષ્યમાં ભારતીય સિનિયર ટીમ માટે ખેલાડીઓ વિકસાવવાની પાંચ-સ્તરીય સિસ્ટમ પર કામ કરી શકે છે. અત્યારે તેની શરૂઆત અંડર-16થી થાય છે, ત્યારપછી અંડર-19, ઇમર્જિંગ (નેશનલ અંડર-23) અને એ ટીમ આવે છે. તેમણે કહ્યું, “એક ’19 પ્લસ’ સ્તર ઉમેરવાની યોજના છે જ્યાં આ તમામ છોકરાઓને સામેલ કરી શકાય.” જે ખેલાડીઓ સિનિયર લેવલ સુધી પહોંચવામાં અસમર્થ છે. ’19 પ્લસ’ ટીમની યોજના હેઠળ અંડર-19 અને આ લેવલ વચ્ચેનું અંતર ઘટાડવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. એકવાર NCA કેમ્પસની અંદર ચાર નવી ફર્સ્ટ ક્લાસ લેવલની પીચો તૈયાર થઈ જશે, તો એકેડમી તેની ’19 પ્લસ’ ટીમ તૈયાર કરી શકશે, જે ત્યાંની અન્ય ટીમો સામે મેચ રમી શકશે અને કોચ, ફિઝિયો નિયમિતપણે તેમની પ્રગતિ પર નજર રાખશે.

આ પણ વાંચો – Swimming World Championships 2022 / આ દેશમાં વર્લ્ડ સ્વિંમિંગ ચેમ્પિયનશીપ યોજાશે,જાણો વિગત

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બીસીસીઆઈનાં ટોચનાં અધિકારીઓ (પ્રમુખ અને સચિવ) 10 રાષ્ટ્રીય પસંદગીકારો (પાંચ જુનિયર અને પાંચ સિનિયર) સાથે એનસીએનાં સુપ્રીમો વીવીએસ લક્ષ્મણ અને રાષ્ટ્રીય ટીમનાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા માટે ચર્ચા કરશે. સૂત્રએ જણાવ્યું હતું કે, 2012ની અંડર-19 ટીમમાંથી હનુમા વિહારીને બાદ કરતાં મોટા ભાગનાંં ખેલાડીઓ હવે તેમના પોતાના રાજ્યોનાં શ્રેષ્ઠ સ્થાનિક ખેલાડીઓમાં પણ નથી.