IPL/ IPLની નવી ફ્રેન્ચાઈઝીનું નામ અમદાવાદ ટાઇટન્સ રખાયું, IPL 2022 માટે 10 ટીમોના નામ જાહેર કરાયા

IPL 2022માં બે નવી ટીમો ઉમેરવામાં આવી છે. આજે અમદાવાદે પોતાની ટીમનું નામ જાહેર કર્યું છે. અમદાવાદની IPL ફ્રેન્ચાઇઝીના માલિકોએ આ ટીમનું નામ   અમદાવાદ ટાઈટન્સ રાખ્યું છે

Top Stories Sports

IPL 2022માં બે નવી ટીમો ઉમેરવામાં આવી છે. આજે અમદાવાદે પોતાની ટીમનું નામ જાહેર કર્યું છે. અમદાવાદની IPL ફ્રેન્ચાઇઝીના માલિકોએ આ ટીમનું નામ   અમદાવાદ ટાઈટન્સ રાખ્યું છે . થોડા દિવસો પહેલા લખનૌએ પોતાની ટીમના નામ અને લોગોની જાહેરાત કરી હતી. હવે અમદાવાદે પણ પોતાની ટીમનું નામ જાહેર કર્યું છે.

https://twitter.com/Ipl_ahmedabaad/status/1490631138226114563?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1490631138226114563%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.apnlive.com%2Fahmedabad-titans-is-the-name-of-new-frenchise%2F

લખનૌની IPL ફ્રેન્ચાઇઝીના માલિકોએ લખનૌ સુપર જાયન્ટ્સનું નામ આપ્યું છે. લખનૌની ટીમ સંજીવ ગોએન્કા ગ્રુપની છે. જ્યારે અમદાવાદની ટીમ સીવીસી કેપિટલ્સની માલિકીની છે. હવે નામની જાહેરાત બાદ તમામ ટીમોના નામ સામે આવ્યા છે. લખનૌએ તેમની ટીમના નામ માટે ચાહકોની સલાહ લીધી હતી, જ્યારે અમદાવાદ સ્થિત ફ્રેન્ચાઇઝીએ તેનું નામ આપવા માટે એક પેઢીને કરાર કર્યો હતો. એવા સમાચાર સામે આવી રહ્યા છે.

આ પણ  વાંચો:Booster Dose / કોરોનાના બુસ્ટર ડોઝ લીધા પછીનાં લક્ષણો, જાણો…

ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનૌ સુપર જાયન્ટ્સ અને અમદાવાદ ટાઇટન્સ ટીમ IPL 2022નો ભાગ હશે.

પ્રથમ વખત IPL રમશે જ્યારે ગુજરાતની ટીમ આ પહેલા IPL રમી ચુકી છે. ગુજરાત લાયન્સના નામની IPL ટીમ હતી, જે હવે ટુર્નામેન્ટનો ભાગ નથી. ગુજરાત લાયન્સે 2016 અને 2017માં IPL રમી હતી.

આ પણ વાંચો:ગુજરાત / અસિત વારોએ ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું