ગુજરાત/ અસિત વારોએ ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું

સતત વિવાદોમાં  રહેલા  એવાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ રાજીનામું આપ્યું છે. સૂત્રો પાસેથી આ જાણકારી મળી છે

Top Stories Gujarat

 સતત વિવાદોમાં  રહેલા  એવાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ રાજીનામું આપ્યું છે. સૂત્રો પાસેથી આ જાણકારી મળી છે. તેમની સાથે અન્ય ત્રણ બોર્ડના અધ્યક્ષે પણ રાજીનામા આપ્યા છે. અસિત વોરાએ મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલને રાજીનામું આપ્યું છે. રાજ્યમાં પેપરલીકકાંડ બાદ સતત તેમના રાજીનામાની માંગ વિપક્ષ કરી રહ્યું હતું.  આ ઉપરાંત 3 બોર્ડ નિગમના ચેરમેનના રાજીનામા લેવાયા છે. જેમાં આસિત વોરા સિવાય આઈ. કે.જાડેજા અને બળવંતસિંહ રાજપૂતનું પણ રાજીનામુ લેવાયું છે.

આ પણ વાંચો:ભોપાલ / સાંસદ સાધ્વીના મોબાઈલ પર મોકલ્યા અશ્લીલ ફોટો, પછી કોલ કરીને આરોપીએ કહ્યું એવું કે..

ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીક કાંડમાં આમ આદમી પાર્ટી અને વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા અધ્યક્ષ અસિત વોરા સામે ગંભીર આક્ષેપો કરવામાં  આવ્યા  હતા. એટલું જ નહીં વોરાના રાજીનામાની માંગણી સામે આપનું આંદોલન વધુ ઉગ્ર  બન્યું  હતું. .મહત્વનુ છે  કે  પેપરલીક કાંડમાં પોલીસ તપાસ બાદ મંડળના અધ્યક્ષ અને સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસના માલિક પણ શંકાના ઘેરામાં આવી જતા સરકાર પણ હરકતમાં આવી ગઈ હતી અને આ મામલે જવાબદારો સામે પગલા ભરવા સક્રિય થઈ હતી.

આ પણ  વાંચો:સંસદ / ઓવૈસી Z સિક્યોરિટી લો, રાજ્યસભામાં અમિત શાહની અપીલ

ગુજરાતમાં વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ફૂટતા રાજ્યના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા છે. રાજ્યના યુવાનોના સરકારી નોકરીઓ મેળવવાના સપનાઓ રોળાયા છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ભરતી કેલેન્ડર બહાર પાડીને શિક્ષિત યુવાનોને રોજગારીના સપનાઓ દેખાડવામાં આવે છે પરંતુ હકીકતે તેનો અમલ કરવામાં આવતો નથી. ભરતી કેલેન્ડર માત્રને માત્ર ચોપડા પર જ રહી જાય છે.