Gandhinagar News/ MSPથી નીચે ભાવ, કિસાન સંઘની રજૂઆત

કિસાન સંઘે સરકારને ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલાં ભરવા અપીલ કરી છે જેથી MSP હેઠળ વધુમાં વધુ ખેડૂતોને લાભ મળી શકે અને તેમની ઉપજને યોગ્ય બજાર મૂલ્ય પ્રાપ્ત થાય

Gujarat Gandhinagar
આર. કે. પટેલે જણાવ્યું હતું કે હાલમાં મકાઈ, જુવાર અને બાજરી જેવા મુખ્ય પાકોના બજાર ભાવ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કરતાં નીચે ચાલી રહ્યા છે

Gandhinagar News : ગુજરાતના ખેડૂતોને પાકના યોગ્ય ભાવ અને સરકારી ખરીદી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવતાં ભારતીય કિસાન સંઘે રાજ્યના પુરવઠા મંત્રી સમક્ષ વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા છે.

મુખ્ય પાકોના બજાર ભાવ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કરતાં નીચે ચાલી રહ્યા છે

કિસાન સંઘના મહામંત્રી આર. કે. પટેલે ખેડૂતો (Farmers)ના હિત સાથે જોડાયેલા પ્રશ્નોને લઈને સરકારનું ધ્યાન દોર્યું હતું. આર. કે. પટેલે જણાવ્યું હતું કે હાલમાં મકાઈ, જુવાર અને બાજરી જેવા મુખ્ય પાકોના બજાર ભાવ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કરતાં નીચે ચાલી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય વળતરથી વંચિત રહેવું પડી રહ્યું છે અને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે પાકના ભાવમાં ઘટાડાના કારણે સરકારી ખરીદી માટે ખેડૂતોમાં રસ ઘટ્યો છે, જેના પરિણામે રજિસ્ટ્રેશનની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ખેડૂતો (Farmers)ને પૂરતો લાભ ન મળતા સરકારી ખરીદી વ્યવસ્થા અંગે અસંતોષ વધી રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું.

કિસાન સંઘે આક્ષેપ કર્યો કે કેટલીક જગ્યાએ જ્યાં એક ખેડૂત પાસેથી 6 હજાર કિલોગ્રામ સુધી ખરીદી થવી જોઈએ ત્યાં માત્ર 2 હજાર કિલોગ્રામ જ ખરીદી કરવામાં આવી રહી છે. આ સ્થિતિ ખેડૂતો માટે મુશ્કેલી સર્જી રહી હોવાનું સંઘનું માનવું છે.

સંઘે ઓછી ખરીદી કરનારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે. સાથે જ ખેડૂતોને વધુ લાભ મળી રહે તે માટે ખરીદીના જથ્થાનું પ્રમાણ વધારવા અને પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

કિસાન સંઘે સરકારને ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલાં ભરવા અપીલ કરી છે જેથી MSP હેઠળ વધુમાં વધુ ખેડૂતોને લાભ મળી શકે અને તેમની ઉપજને યોગ્ય બજાર મૂલ્ય પ્રાપ્ત થાય.


આ પણ વાંચો : સરકારી મેસેજ બાદ પણ મકાઈની પૂરી ખરીદી ન થતાં ખેડૂતોમાં રોષ

આ પણ વાંચો : હળવદમાં પિયતના પાણી મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, કેનાલમાં ઉતરી રામધૂન સાથે તંત્ર સામે હલ્લાબોલ

આ પણ વાંચો : ભાવનગર-બોટાદની 150 સહકારી મંડળીઓને કરોડોની આવકવેરા નોટિસ, ખેડૂતોમાં ભારે રોષ