વડોદરા,
વડોદરામાં આતાપી વન્ડરલેન્ડનાં સંચાલકોની દાદાગીરી સામે આવી છે. આતાપી વન્ડરલેન્ડનાં સંચાલકોની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. મહિલા કાઉન્સિલરને ફન પાર્કમાં પ્રવેશતાં અટકાવાયાં.
કાઉન્સિલર અમી રાવતને પાર્કમાં પ્રવેશતાં અટકાવાયાં. પાલિકાની માલિકીનાં આજવા ગાર્ડનમાં ફન પાર્ક બન્યો છે. પાલિકાએ ખાનગી કોન્ટ્રાક્ટરને કોડીનાં ભાવે જમીન પધરાવ્યાંનો આક્ષેપ કર્યો.
મહિલા કાઉન્સિલરે આતાપીનાં એગ્રીમેન્ટ અંગે માહિતી માંગી છે. કોર્પોરેશને 75 એકર બગીચો આતાપીનાં સંચાલકોને પધરાવ્યો. એગ્રીમેન્ટ અંગે માહિતી આપવાં પાલિકા દ્વારા અખાડા.
કાઉન્સિલર બાંધકામ જોવાં પહોંચતાં સંચાલકોએ વિવાદ કર્યો. ગુજરાત ટુરિઝમનાં સહયોગથી આતાપી ફન પાર્ક ચાલી રહ્યો છે. ફન પાર્કની તગડી ફી વસુલી લૂંટ ચલાવતાં આતાપીનાં સંચાલકોની પોલ ખુલી છે.
