રાજકોટ શહેરમાં કોરોનાનું સંકટ છે, ત્યારે એવામાં બે દિવસ પહેલા ગુમ થયેલી બાળકી ગળુ કાપી નાખેલી હાલતમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના પુનિતનગરમાં વૃંદાવન ગ્રીન સિટી સાઈટ પર મજૂરી કામ કરતા અને મૂળ દાહોદના અરવિંદભાઈ રસીયાભાઈ ડામોરની 6 વર્ષની દીકરી ગઈકાલે ગુમ થઈ ગઈ હતી. પરંતુ ત્યાર્નાદ આજે સવારે હત્યા કરાયેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. આ મામલાની જાણ થતાં જ પોલીસને કરાતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
મળતી માહિતી મુજબ, શહેરના વૃંદાવન ગ્રીન સિટીની સાઈટ પર ઓરડી બનાવીને રહેતા અરવિંદભાઈ ડામોરની 6 વર્ષની દીકરી નેન્સી કાલે બપોરે રમવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જે બાદ ઘરે પરત ન ફરતા પિતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ કરતા આજે સવારે હત્યા કરાયેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
