Gandhinagar News: Mahudi સ્થિત પ્રસિદ્ધ જૈન તીર્થસ્થાનના સંચાલનને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. Shri Mahudi (Madhupuri) Jain Shwetambar Murtipujak Trustના 8 ટ્રસ્ટીઓ તથા ટ્રસ્ટ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ તેમના પર લાગેલા વિવિધ આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. સાથે જ મનઘડંત આરોપ લગાવનારાઓ સામે બદનક્ષીનો દાવો કરવાની ચેતવણી આપી છે.
“ભક્તોને ગેરમાર્ગે દોરી ટ્રસ્ટની પ્રતિષ્ઠાને ઠેસ”
ટ્રસ્ટીઓએ અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અગાઉ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા બે વ્યક્તિઓને ગયા વર્ષે સામાન્ય સભ્યપદેથી બરતરફ કરવામાં આવ્યા હતા. તેમ છતાં, તેઓ પોતે ટ્રસ્ટી અથવા સભ્ય હોવાનું ખોટું પ્રતિનિધિત્વ આપી ભક્તોમાં ગેરસમજ ફેલાવી રહ્યા છે અને ટ્રસ્ટની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Mahudiમાં 65 કિલો સોનાની હેરાફેરીના આરોપ પર સ્પષ્ટતા
ટ્રસ્ટ પર લાગેલા 65 કિલો સોનાની હેરાફેરીના આક્ષેપોને ટ્રસ્ટીઓએ નિરાધાર ગણાવ્યા. તેમના જણાવ્યા અનુસાર, મંદિર સુવર્ણીકરણ માટે ખરીદાયેલ સોનાના કાયદેસર ટેક્સ-પેઈડ બિલ ઉપલબ્ધ છે અને 2017થી 2025 સુધીના ઓડિટેડ રિપોર્ટ્સમાં તેની નોંધ છે. લેબોરેટરી ટેસ્ટિંગ અંગે ઉઠાવાયેલા સવાલોના જવાબમાં ટ્રસ્ટીઓએ જણાવ્યું કે લેબ ટેસ્ટ સોનાની ગુણવત્તા નક્કી કરે છે, વજન નહીં.
લોકર વ્યવસ્થા અંગે સ્પષ્ટીકરણ
ટ્રસ્ટના લોકર ખોલવા માટે ત્રણ અલગ-અલગ ટ્રસ્ટીઓ પાસે રહેલી ચાવીઓ અનિવાર્ય છે. એક વ્યક્તિ દ્વારા લોકર ખોલવાની શક્યતા જ નથી. ટ્રસ્ટીઓએ દાવો કર્યો કે 1 ગ્રામ સોનાની પણ ગેરવહીવટ સાબિત થાય તો તેઓ તમામ હોદ્દા પરથી રાજીનામું આપવા તૈયાર છે.

નિયુક્તિ અને સંપત્તિ મુદ્દે જવાબ
ટ્રસ્ટીઓની નિયુક્તિ ગેરકાયદે હોવાના આક્ષેપ અંગે જણાવાયું કે 2002થી 2020 દરમિયાન દર ત્રણ વર્ષે થયેલી નિયુક્તિઓના દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ છે. અમદાવાદમાં ખરીદાયેલ મકાન અંગે સ્પષ્ટતા કરવામાં આવી કે તે જૈન સાધુ-સાધ્વીઓના વિહાર અને ધાર્મિક કાર્યો માટે ટ્રસ્ટના નામે ખરીદાયું છે અને તેનો વ્યક્તિગત ઉપયોગ થતો નથી.
2023ની ચોરીની ઘટના અને આક્ષેપો
ટ્રસ્ટીઓએ વધુમાં જણાવ્યું કે 2023માં તીર્થ ખાતે ભંડારમાંથી ચોરી કરતા બે વ્યક્તિ સીસીટીવીમાં ઝડપાયા હતા અને તેમને તાત્કાલિક દૂર કરવામાં આવ્યા હતા. હાલ લગાવવામાં આવતા આરોપો તે કાર્યવાહીનો બદલો લેવા માટેના પ્રયાસ હોવાનું ટ્રસ્ટીઓનું કહેવું છે. હાલ મામલો ગંભીર બનતાં ભક્તોમાં ચિંતા વ્યાપી છે. ટ્રસ્ટ સંચાલન સંબંધિત આ વિવાદનો અંત કાનૂની પ્રક્રિયા અને સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:મહુડી જૈન તીર્થમાંથી 130 કિલો સોનું ગાયબ થયાના આક્ષેપથી ચકચાર
આ પણ વાંચો:મહુડી મંદિરમાં સોનાનો ‘ખેલ’! 130 કિલો સોનું ગાયબ થયાના આક્ષેપથી જૈન શાસનમાં ખળભળાટ
