World News/ કેલિફોર્નિયામાં 6 દિવસથી ગુમ ભારતીય યુવાનનું અમેરિકામાં મોત, મૃતદેહ ભારત પરત લાવવામાં આવશે

સાકેત શ્રીનિવાસૈયા (Saket Srinivasaiya)કેમિકલ અને બાયોમોલેક્યુલર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યો હતો.

international Top Stories World
સાકેત શ્રીનિવાસૈયા (Saket Srinivasaiya)કેમિકલ અને બાયોમોલેક્યુલર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યો હતો.

California News: કર્ણાટકનો  વતની અને કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલેમાં અભ્યાસ કરતા 22 વર્ષીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયા (Saket Srinivasaiya)નું અમેરિકામાં દુખદ અવસાન થયું છે. તેનો મૃતદેહ સાન ફ્રાન્સિસ્કોમાં મળ્યો હોવાનું કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા, સાન ફ્રાન્સિસ્કો દ્વારા પુષ્ટિ કરવામાં આવ્યૂ છે.

22 વર્ષીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયા (Saket Srinivasaiya)નું અમેરિકામાં દુખદ અવસાન થયું છે.

9 ફેબ્રુઆરીથી હતો ગુમ

સૂત્રો અનુસાર, સાકેત શ્રીનિવાસૈયા (Saket Srinivasaiya)કેમિકલ અને બાયોમોલેક્યુલર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે 9 ફેબ્રુઆરીથી ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. તેના પરિજનો અને મિત્રો દ્વારા સંપર્ક ન થતા અને માહિતી ન મળતા ચિંતા વધતી ગઈ હતી.  ગુમ થવાની માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

IIT મદ્રાસમાં અભ્યાસ (Saket Srinivasaiya)કર્યો

તેની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, સાકેત શ્રીનિવાસૈયા (Saket Srinivasaiya)છ વ્યક્તિઓમાંના એક હતા જેમની પાસે “હાયપરલૂપ માટે માઇક્રોચેનલ કૂલિંગ સિસ્ટમ અને તેની પદ્ધતિ” શોધવા માટે પેટન્ટ હતી. સાકેતે IIT મદ્રાસમાં અભ્યાસ કર્યો હતો અને બર્કલેમાં માસ્ટર ડિગ્રી મેળવી રહ્યો હતો.

સાકેત શ્રીનિવાસૈયા (Saket Srinivasaiya)છ વ્યક્તિઓમાંના એક હતા જેમની પાસે "હાયપરલૂપ માટે માઇક્રોચેનલ કૂલિંગ સિસ્ટમ

સાન ફ્રાન્સિસ્કોમાં મૃતદેહ મળ્યો

અહેવાલ મુજબ, સાકેતનો મૃતદેહ સાન ફ્રાન્સિસ્કો વિસ્તારમાં મળ્યો હતો. સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓએ ઘટનાસ્થળેથી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ મૃત્યુના ચોક્કસ કારણ અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી અને તપાસ ચાલુ છે.

ભારતીય કોન્સ્યુલેટની પ્રતિક્રિયા

સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટે ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. દૂતાવાસે જણાવ્યું કે તેઓ સ્થાનિક સત્તાધીશો અને પરિવાર સાથે સતત સંપર્કમાં છે. સાકેતના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત લાવવા માટે તમામ જરૂરી સહાય પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે.

વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દો

આ ઘટના વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ફરી એકવાર ચર્ચા ઊભી કરે છે. અમેરિકા સહિત વિવિધ દેશોમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ માટે જાય છે. આવા બનાવો પરિવારજનો માટે ચિંતા અને અસુરક્ષા વધારતા હોય છે.


આ પણ વાંચો:રાજકોટના રતનપરમાં વિદેશી વિદ્યાર્થીઓના આતંકનો મુદ્દો ગરમાયો

આ પણ વાંચો:બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ “વિદેશ અભ્યાસ લોન યોજના” હેઠળ 14993 વિદ્યાર્થીઓને રૂ. 2182 કરોડથી વધુની લોન મંજૂર કરાઈ

આ પણ વાંચો:ચંપલ પહેરીને દરગાહમાં ગયેલા વિદેશી વિદ્યાર્થીઓ પર ટોળાએ કર્યો હુમલો