Ahmedabad News/ નારોલમાં કૌટુંબિક ઝઘડામાં હત્યાનો બનાવ, ત્રણ જણાની સંડોવણીના આક્ષેપ; પોલીસ તપાસ તેજ

Narolમાં કૌટુંબિક ઝઘડામાં Murderનો બનાવ, ત્રણ લોકોની સંડોવણીની ચર્ચા થઇ રહી છે જેમાં જમાઈ પર મુખ્ય શંકા હોવાનું સામે આવ્યું છે…

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabadના Narolમાં Murder, જમાઈ પર મુખ્ય શંકા

Ahmedabad News: શહેરના Narol વિસ્તારમાં આવેલ બાગે કૌશર સોસાયટીમાં કૌટુંબિક ઝઘડાની પૃષ્ઠભૂમિમાં હત્યા (Murder)નો ગંભીર બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક અનુમાન મુજબ પરિવારિક મતભેદ ઉગ્ર બનતા આ ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

જમાઈ પર મુખ્ય શંકા

મળતી માહિતી મુજબ,Narol વિસ્તારમાં મૃતકના જમાઈએ હત્યા અંજામ આપી હોવાનો પ્રાથમિક સંદેહ છે. મરણજનારના પરિજનો દ્વારા જમાઈ ઉપરાંત તેના ભાઈ અને માતા વિરુદ્ધ પણ સંડોવણીના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઘટનાને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.

Narol Murder Caseમાં પોલીસ તપાસ શરૂ

પોલીસે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ ચાલી રહી છે અને પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓને ઝડપવા માટે ટીમો કામે લાગી ગઈ છે અને ટૂંક સમયમાં મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:અમદાવાદના નારોલમાં જમવાના મુદ્દે બબાલ થતાં પતિએ પત્નીની કરી હત્યા

આ પણ વાંચો:નારોલમાં પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ, પ્રેમિકાને ગોળી વાગતાં હોસ્પિટલ ખસેડાઈ

આ પણ વાંચો:નારોલમાં મૂર્તિકાર પર ફાયરીંગ,અજાણ્યા નંબરથી 5 લાખ રૂપિયાની કરી હતી માંગ