Not Set/ TMCના સાંસદ મહુઆ મોઇત્રાના ટીપ્પણીથી જૈન સમુદાય નારાજ

જૈન સમાજના પ્રમુખ અને પૂર્વ સાંસદ વિજય દર્ડાએ શનિવારે લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાની જૈન સમુદાય વિશેની ટિપ્પણીની ટીકા કરી હતી

Top Stories India

સકલ જૈન સમાજના પ્રમુખ અને પૂર્વ સાંસદ વિજય દર્ડાએ શનિવારે લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાની જૈન સમુદાય વિશેની ટિપ્પણીની ટીકા કરી હતી અને માફીની માગણી કરી હતી.મોઇત્રાએ 3 ફેબ્રુઆરીએ લોકસભામાં તેમના ભાષણ દરમિયાન અમદાવાદની શેરીઓમાં માંસાહારી ખોરાકના વેચાણ પર પ્રતિબંધનો ઉલ્લેખ કરતા જૈન સમુદાયનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, બાદમાં આ પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય દર્ડાએ એક નિવેદનમાં કહ્યું કે ટીએમસી સાંસદનું આ નિવેદન અપમાનજનક અને અત્યંત વાંધાજનક છે. તેઓએ જૈન ઉપદેશો અને પ્રથાઓને સમજવી જોઈએ અને લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગવી જોઈએ.મહુઆ મોઇત્રાના આ નિવેદન બાદ જૈન સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.