National News/ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ “વિદેશ અભ્યાસ લોન યોજના” હેઠળ 14993 વિદ્યાર્થીઓને રૂ. 2182 કરોડથી વધુની લોન મંજૂર કરાઈ

બિન-અનામત શ્રેણીના વિદ્યાર્થીઓને એક વર્ષ કે તેથી વધુ અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટર માટે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમો કરવા માટે વાર્ષિક 4 ટકાના સરળ વ્યાજ દરે 15 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.

Top Stories India

National News: ભારતમાં ઉજ્જવળ કારકિર્દી ધરાવતા અનેક વિદ્યાર્થીઓએ વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ થકી વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરીને પોતાની સોનેરી કારકિર્દીને પાંખો આપી છે. ગુજરાતના વિદ્યાર્થીઓના સપનાને પાંખો આપતી રાજ્ય સરકારની ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ હેઠળ અત્યાર સુધીમાં બિન અનામત વર્ગના 14,993 વિદ્યાર્થીઓને રૂ. 2128.43 કરોડથી વધુની લોન મંજૂર કરાઈ છે. વંચીતોના વિકાસને વરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે.સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શનમાં બિન અનામત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ-12 પછી વિદેશ અભ્યાસ કરી શકે તથા પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તે માટે ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ અમલી બનાવાઈ છે.

વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક બિન અનામત વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સામજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના ગુજરાત બિન અનામત વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ લોન યોજના અમલી બનાવાઈ છે. વર્ષ 2018થી કાર્યરત આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 14,993 વિદ્યાર્થીઓને રૂ. 15 લાખ લેખે કુલ રૂ. 2182.43 કરોડની લોન મંજૂર કરવામાં આવી છે.

વિદેશી અભ્યાસ લોન યોજના હેઠળ, બિન-અનામત શ્રેણીના વિદ્યાર્થીઓને એક વર્ષ કે તેથી વધુ અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટર માટે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમો કરવા માટે વાર્ષિક 4 ટકાના સરળ વ્યાજ દરે 15 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિગત અને કૌટુંબિક આવક મર્યાદા રૂ. 06 લાખ રાખવામાં આવી છે.

ગુજરાતના દરેક વર્ગના નાગરીકોને વિકાસનો લાભ મળે એવા કલ્યાણકારી સંનિષ્ઠ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યા છે. ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ હેઠળ લોન ધોરણ-૧૨ કે માન્યતા પ્રાપ્ત સમકક્ષ અભ્યાસક્રમમાં 60 ટકા કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઇએ. ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમા,પી.એચ.ડી તેમજ તમામ ક્ષેત્રના અન્ય એકથી વધુ વર્ષના અથવા ઓછામાં ઓછા બે સેમસ્ટરના સમયગાળા માટેના અભ્યાસક્રમો માટે ૫ણ લોન મેળવવાને પાત્ર રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક જ પરિવારના વધુમાં વધુ બે વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ આપવામાં આવેલી લોનમાં રૂ. પાંચ લાખ સુધીની કિસ્સામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1 વર્ષ છૂટ બાદ પાંચ વર્ષના સરખા માસિક હપ્તામાં ભરવાની રહેશે. જ્યારે રૂ. પાંચ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એક વર્ષ છૂટ બાદ છ વર્ષના સરખા માસિક હપ્તામાં ભરવાની રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં બેગલેસ ડેની શરૂઆત, અમરેલીની શાળામાં શિક્ષકોની બેદરકારીથી ચાર વિદ્યાર્થીઓ ફસાયા

આ પણ વાંચો:“ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓને 2024-25માં મળશે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ, કેન્દ્ર-રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય”

આ પણ વાંચો:ગુજરાતમાં આજથી 1.95 લાખ જેટલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે