Ahmedabad News/ ગુજરાતમાં મહિલા સુરક્ષાના લીરેલીરા ! પોલીસ કાર્યવાહી ન થતા દુષ્કર્મ પીડિતાએ પીધી દવા

અમદાવાદના નારોલ (Narol) માં બુટલેગર મિહિર જયસ્વાલે લગ્નની લાલચ આપી મહિલા પર દુષ્કર્મ આચર્યું. પોલીસ કાર્યવાહી ન થતા પીડિતાએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad Narol Bootlegger Rape Case

Ahmedabad Narol Bootlegger Rape Case: અમદાવાદના નારોલ વિસ્તારમાં એક બુટલેગરે મહિલાની મજબૂરી અને વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવીને હવસનો શિકાર બનાવી હોવાની હચમચાવી દેતી ઘટના પ્રકાશમાં આવી છે. આ કેસમાં આક્ષેપ છે કે બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા છતાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી ન કરતા પીડિતાએ કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.

લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ

મળતી માહિતી મુજબ, મૂળ અમરેલીની વતની અને હાલ અમદાવાદમાં રહેતી મહિલાને મિહિર જયસ્વાલ નામના બુટલેગરે પોતાની જાળમાં ફસાવી હતી. મિહિરે મહિલાને લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ નારોલ વિસ્તારમાં આવેલી ‘ડ્રીમ વિલા’ હોટલમાં બોલાવી મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસની નિષ્ક્રિયતા અને પીડિતાનો આક્રોશ

આ સમગ્ર ઘટના બાદ પીડિતાએ હિંમત એકઠી કરીને નારોલ પોલીસ મથકમાં આરોપી મિહિર જયસ્વાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે, પીડિતાએ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે, ફરિયાદ નોંધાયા બાદ પણ પોલીસ આરોપી બુટલેગરને પકડવામાં સદંતર નિષ્ફળ રહી છે. પરિણામે, આરોપી મિહિર જયસ્વાલ ખુલ્લેઆમ ફરી રહ્યો હતો અને પીડિતાને સતત ધમકીઓ આપી રહ્યો હતો. પોલીસ દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી ન થતા આખરે પીડિતા માનસિક રીતે ભાંગી પડી હતી.

Narol : દવા પીને આપઘાતનો પ્રયાસ

બુટલેગરના ત્રાસ અને પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળીને આખરે મહિલાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત અત્યારે સારવાર હેઠળ છે.

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે શહેરમાં બુટલેગરોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. બુટલેગર દ્વારા પોલીસ ફરિયાદ છતાં ધમકી આપવી અને પીડિતાને આપઘાત સુધી મજબૂર કરવી તે પોલીસ તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે.


આ પણ વાંચો:પૂર્વ કચ્છમાં મહિલાઓ અસુરક્ષિત, સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ

આ પણ વાંચો:દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીને યોગ્ય સારવાર ન મળતા કોર્ટ લાલઘૂમ

આ પણ વાંચો:પરિણીતાએ ડાકોરના PSI વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ કરતા ચકચાર, વિડીયો વાયરલ કરવાની ધમકી