Not Set/ RBIએ ચોકલેટ બ્રાઉન કલર સાથે જાહેર કરી ૧૦ રૂપિયાની નવી નોટ

RBI દ્વારા ચોકલેટ બ્રાઉન કલર સાથે ૧૦ રૂપિયાની એક નવી નોટ જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલ નવી નોટમાં રંગ અને કદ બાદ અન્ય એક મુખ્ય તફાવત એ છે કે નોટની પાછળના ભાગમાં કોનાર્ક સન ટેમ્પલનો ઉપયોગ કરવામાં આવશે. જયારે હાલની દસ રૂપિયા નોટમાં ગેંડા, હાથી અને વાઘ જેવા પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ […]

Top Stories

RBI દ્વારા ચોકલેટ બ્રાઉન કલર સાથે ૧૦ રૂપિયાની એક નવી નોટ જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલ નવી નોટમાં રંગ અને કદ બાદ અન્ય એક મુખ્ય તફાવત એ છે કે નોટની પાછળના ભાગમાં કોનાર્ક સન ટેમ્પલનો ઉપયોગ કરવામાં આવશે. જયારે હાલની દસ રૂપિયા નોટમાં ગેંડા, હાથી અને વાઘ જેવા પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા આરબીઆઈ દ્વારા ૫૦, ૨૦૦, ૫૦૦ રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવી હતી.

RBIએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર સાથેના સર્ક્યુલેશનમાં નવી નોટ મૂકવામાં આવશે. મહત્વનું છે કે, આ પહેલા ૨૦૦૫માં RBI દ્વારા ૧૦ રૂપિયાની નોટ બદલવામાં આવી હતી.