Not Set/ જામનગર : જીવંત વીજ વાયર માથે પડતા બાળકનું મોત, વૃદ્ધ અઘ્ધ મરા થયાં

જીવંત વીજ વાયર તૂટતા બાળકનું મોત પ્રૌઢ ગંભીર રીતે ઘાયલ સુભાષપાર્ક વિસ્તારનો બનાવ સ્થાનિકોનો PGVCL કચેરીએ હલ્લાબોલ ઉગ્ર સૂત્રોચ્ચારો કરી રોષ જતાવ્યો સરકારી તંત્રની અણઆવડત અને અણધણ વહિવટે ફરી માસુમનો ભોગ લીધો છે. તો વાંંક ગુનાં વિનાનાં લોકો તંત્રનાં હિસાબે દંડાયા છે. અને દંડ પણ કેવો કે મોત મળી જાય અને ગંભીર રીતે ઘયલ થઇ […]

Top Stories Gujarat Others
  • જીવંત વીજ વાયર તૂટતા બાળકનું મોત
  • પ્રૌઢ ગંભીર રીતે ઘાયલ
  • સુભાષપાર્ક વિસ્તારનો બનાવ
  • સ્થાનિકોનો PGVCL કચેરીએ હલ્લાબોલ
  • ઉગ્ર સૂત્રોચ્ચારો કરી રોષ જતાવ્યો

સરકારી તંત્રની અણઆવડત અને અણધણ વહિવટે ફરી માસુમનો ભોગ લીધો છે. તો વાંંક ગુનાં વિનાનાં લોકો તંત્રનાં હિસાબે દંડાયા છે. અને દંડ પણ કેવો કે મોત મળી જાય અને ગંભીર રીતે ઘયલ થઇ જાય તેવો. જી હા ફરી વાર PGVCLનો જીવતો વીજ વાયર ટૂંટી પડતા નીચે પટકાયો અને માસુમ બાળક અને વયો વૃદ્ધ મોતનાં આ વાયરની ઝપેટે આવી ગયા હતા.

જામનગર શહેરનાં સુભાષપાર્ક વિસ્તારમાં જીવંત વીજ વાયર તૂટતા એક બાળકનું મોત નિપજ્યું હતું. તો એક પ્રૌઢ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વીજ વાયર તૂટીને બાઈક ઉપર પડ્યો હતો.

દુર્ભાગ્ય પૂર્ણ આ ઘટનામાં 12 વર્ષના પ્રદીપ મકવાણાનું મોત થયું. તો 50 વર્ષીય અમરીશભાઈ બારિયા નામના વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને લઈને સ્થાનિકો PGVCL કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને હલ્લાબોલ કરતા રોષ ઠાલવ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.