Not Set/ વડોદરા : બેરોજગારને નોકરી આપવાનું કહીને ખાતામાંથી ઉપાડી લેતા હતા હજારો રૂપિયા

વડોદરા વડોદરા ની સાયબર સેલ ક્રાઈમ બ્રાંચમાં વડોદરાની સેજલબેન જૈનકાલા નામની ભોગ બનનારે ફરિયાદ નોંધાવી હતી કે કેરિયર જોબ્સ ડોટ કોમ પરથી તેઓને નોકરી માટે ફોન આવ્યો હતો અને એપ્લીકેશન ના ૫૦ રૂપિયા ઓનલાઈન ભરવા જણાવ્યું હતું.ત્યાર બાદ તેમના ખાતામાંથી અચાનક ૧૯ હજાર ઉપડી ગયા હતા. ઉપરાંત વડોદરા પોલીસને આ અંગેની જ ૨૬ જેટલી ફરિયાદો […]

Gujarat Vadodara
વડોદરા
વડોદરા ની સાયબર સેલ ક્રાઈમ બ્રાંચમાં વડોદરાની સેજલબેન જૈનકાલા નામની ભોગ બનનારે ફરિયાદ નોંધાવી હતી કે કેરિયર જોબ્સ ડોટ કોમ પરથી તેઓને નોકરી માટે ફોન આવ્યો હતો અને એપ્લીકેશન ના ૫૦ રૂપિયા ઓનલાઈન ભરવા જણાવ્યું હતું.ત્યાર બાદ તેમના ખાતામાંથી અચાનક ૧૯ હજાર ઉપડી ગયા હતા.
ઉપરાંત વડોદરા પોલીસને આ અંગેની જ ૨૬ જેટલી ફરિયાદો મળી હતી.જે અંગેની ફરિયાદ સાયબર સેલ ક્રાઈમ બ્રાંચે નોંધી તપાસ કરતા આ ફોન દિલ્હીનો હોવાનું બહાર આવ્યું હતું.
જેથી પોલીસે દિલ્હીના વેસ્ટ પટેલ નગર ખાતે ના કોલ સેન્ટર પર દરોડો પાડ્યો હતો.
૯ છોકરીઓ અને ૧ યુવક મળી કુલ ૧૦ લોકો ટેલીકોલિંગ કરતા મળી આવ્યા હતા.
પોલીસે લોકોને છેતરતા ૧૦ લોકો ને કોર્ટ માં રજુ કર્યા હતા જેમાથી નોકરી કરતી ૮ ટેલી કોલર્સ ને શરતી જામીન મળ્યા હતા.પરંતુ આ ગુનો ગંભીર હોવાથી વડોદરા પોલીસે મુખ્ય આરોપીમાના અમિત ગુપ્તા અને રાખી માથુરની કોર્ટ પાસેથી કસ્ટડી મેળવી હતી.
જેમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કડક પુછતાછ હાથ ધરતા આરોપીઓએ કબુલ્યું હતું કે તેઓએ મોન્સ્ટર ડોટ કોમ,શાઈન ડોટ કોમમાં ડેટા મેળવવા દોઢ લાખ રૂપિયા વાર્ષિક ભર્યા હતા.
જેમાં તેઓ ને રોજના ૧૦૦૦ બેરોજગાર યુવાઓના ડેટા મળતા હતા.જેઓને તેઓ ફોન કરતા હતા અને ત્યાર બાદ તેઓએ બનાવેલી અલગ અલગ વેબ્સાઈટ જેમ કે કેરીયર્સ જોબ્સ ડોટ કોમ,હિન્દુસ્તાન જોબ્સ,જોબ્સઓનગોઝ ડોટ કોમ,નોકરીએરા ડોટ કોમ નામની વેબ્સાઈટ બનાવી તેમના ઓન લાઈન ફોર્મ ભરાવતા હતા અને ફોર્મ પેટે ઓનલાઈન નાણા ભરવાનું કહેતા હતા.
જેમાં યુવાઓનો ઓટીપી મેળવી બાદમાં તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેતા હતા.બેરોજગારોને ઓનલાઈન છેતરતી આ ટોળકી પાસેથી જે હિસાબી દસ્તાવેજો મળી આવ્યા છે.
વડોદરા શહેર જીલ્લામાંથી ૧૭ લાખ,અમદાવાદમાંથી ૧૨ કરોડ ૯૫ લાખ,સુરતમાંથી ૩૭ લાખ,રાજકોટમાંથી ૧૭ લાખ,મહારાષ્ટ્રમાંથી ૨ કરોડ,દક્ષીણ ભારતમાંથી ૧ કરોડ,રાજસ્થાનમાંથી ૩૦ એટલે કે કુલ કરોડોનો ચૂનો ચોપડ્યો હોવાનું મળી આવ્યું છે.
પોલીસે ૩૦ સીમકાર્ડ,૨૨ મોબાઈલ અને લેપટોપ સહીત નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ ની પુછતાછ હાથ ધરી છે.
ઉપરાંત દિલ્હીના મુખ્ય બે આરોપી હર્ષિત પાંડે અને અનીલ યાદવને પકડવાના બાકી હોઈ વડોદરા પોલીસ હજુ દિલ્હીમાં જ છે.ઉલ્લેખનીય છે કે ઉચ્ચઅભ્યાસ કરનાર બેરોજગારોને નોકરી અપાવવાના બહાને ચૂનો ચોપડનાર ઝડપાયેલા આરોપી અમિત ગુપ્તા અને રાખી માથુર બંને ૧૨ પાસ છે