Gujarat News: લોકસભા ના દંડક તેમજ વલસાડ ડાંગ સાસંદ ધવલભાઈ પટેલ દ્રારા માર્ચ 2025 ના રોજ કેન્દ્ર સરકારમાં તેમજ રાજ્ય સરકારમાં પત્ર દ્રારા વિનંતી કરી હતી કે વલસાડ ડાંગ તેમજ ગુજરાત ના સમગ્ર આંદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ને મળવા પાત્ર પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ આપવામાં આવે એ સંદર્ભે ધ્યાન દોર્યું હતુ, જે સંદર્ભે આજરોજ કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં 2024-2025 વર્ષ માં તમામ આદિવાસી વિદ્યાર્થીઓ ને પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ આપવામાં આવશે નો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સંદર્ભે ગુજરાત ના અનેક આદિવાસી ધારાસભ્યોએ તેમજ અન્ય સાંસદો દ્રારા વખતો વખત સરકારનુ આ વિષય સંદર્ભે રજુઆત કરી હતી જેનો લાભ આજના ભારતીય જનતા પાર્ટીની સરકારના નિર્ણયથી ગુજરાતના આદિવાસી સમાજના લોકોને મળી રહેશે.

આ નિર્ણય થી સમગ્ર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માં ખુશી જોવા મળી રહી છે.
આ પણ વાંચો:સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને સુદ્રઢ કરાશે
આ પણ વાંચો:NTPC ક્વાસના CSR હેઠળ તાલીમ પામેલા વિદ્યાર્થીઓના ઝોન સ્તરે કલા મહાકુંભમાં નામ નોંધાયા
આ પણ વાંચો:ત્રણ નવા કાયદાની પોલીસકર્મીઓને તાલીમ અપાઈ; IT, FSL નિષ્ણાતની કરાશે નિમણૂક
