Not Set/ જામનગર/ પોલીસ હેડ ક્વાર્ટરમાં ગરીબ બાળકોએ ફોડ્યા ફટાકડા

જામનગરમાં આ વર્ષે પણ ગરીબ બાળકો માટે પોલીસ દ્વારા દિવાળીની રાત્રે હેડ ક્વાર્ટરમાં ફટાકડા ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પોલીસ પરિવાર સાથે જોડાયા હતા અને આતીશબાજી કરવામાં આવી હતી. જામનગર માં પોલીસ દ્વારા આ વર્ષે પણ દિવાળીના તહેવારોમાં ગરીબ વર્ગમાંથી આવતા બાળકો માટે ખાસ કાર્યક્રમ યોજ્યો હતો, શહેર ના સરૃ સેક્શન રોડ સ્થિત પોલીસ […]

Gujarat Others

જામનગરમાં આ વર્ષે પણ ગરીબ બાળકો માટે પોલીસ દ્વારા દિવાળીની રાત્રે હેડ ક્વાર્ટરમાં ફટાકડા ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પોલીસ પરિવાર સાથે જોડાયા હતા અને આતીશબાજી કરવામાં આવી હતી.

જામનગર માં પોલીસ દ્વારા આ વર્ષે પણ દિવાળીના તહેવારોમાં ગરીબ વર્ગમાંથી આવતા બાળકો માટે ખાસ કાર્યક્રમ યોજ્યો હતો, શહેર ના સરૃ સેક્શન રોડ સ્થિત પોલીસ હેડ ક્વાર્ટરમાં દિવાળીની રાત્રે એસપીના વડપણ હેઠળ સમગ્ર જિલ્લાનો પોલીસ સ્ટાફ પરિવાર સાથે ઉપસ્થિત રહી ગરીબ બાળકો સાથે ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી હતી.

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને દિવાળી ની ભવ્ય ઉજવણી કરી હતી. સાથોસાથ આતીશબાજી પણ નિહાળી હતી જેમાં નાના ભૂલકાઓએ ખૂબ જ આંનદ માણ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.