Rashibhavishya/ જાણો 12 રાશિઓનું ભવિષ્યફળ, કોને મળશે ધનલાભ અને કોને રહેવું પડશે સાવધાન

1 જૂન 2026, જેઠ અધિક વદ એકમના દિવસે જાણો મેષથી મીન સુધી તમામ 12 રાશિઓનું દૈનિક રાશિફળ (Aaj nu Rashifal). ધન, કારકિર્દી, પ્રેમ, સ્વાસ્થ્ય, શુભ રંગ અને શુભ અંક વિશે વિગતવાર માહિતી.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj nu Rashifal

દૈનિક રાશીભવિષ્ય

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર) 

rashibhavya:વિક્રમ સંવત ૨૦૮૨ના જેઠ અધિક વદ એકમના પવિત્ર દિવસે આજે સોમવાર, ૦૧ જૂન ૨૦૨૬ છે. આજની એકમ તિથિ બપોરે ૦૪:૪૦ વાગ્યા સુધી રહેશે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં સંચાર કરી રહ્યો છે અને સાંજે ૦૭:૦૯ વાગ્યા સુધી આ રાશિમાં રહેશે, ત્યારબાદ ધન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય વૃષભ રાશિમાં સ્થિત છે. જ્યેષ્ઠા નક્ષત્ર આજે સાંજે ૦૭:૦૮ વાગ્યા સુધી રહેશે, જ્યારે સિદ્ધ યોગ સવારે ૦૬:૨૦ વાગ્યા સુધી યથાવત રહેશે. કૌલવ કરણ બપોરે ૦૪:૩૭ વાગ્યા સુધી રહેશે. આજે પંચક નથી અને વિંછુડો પણ સાંજે ૦૭:૦૯ વાગ્યે પૂર્ણ થશે.

સૂર્યોદય સવારે ૦૫:૫૫ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૨૦ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૦૮:૨૪ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૦૬:૧૪ વાગ્યે થશે. શુભ કાર્યો માટે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૯ થી ૦૧:૦૩ સુધી રહેશે. રાહુકાળ સવારે ૦૭:૩૫ થી ૦૯:૧૫ સુધી રહેશે, તેથી આ સમય દરમિયાન નવા અને મહત્વપૂર્ણ કાર્યો શરૂ કરવાનું ટાળવું યોગ્ય રહેશે.

આજે સોમવાર હોવાથી ભગવાન શિવની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ “ૐ નમઃ શિવાય” મંત્રની માળા કરવાથી મનને શાંતિ મળે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ભક્તો માટે આજનો દિવસ ભગવાન શિવની આરાધના, જપ, ધ્યાન અને પૂજા-અર્ચના માટે અત્યંત શુભ માનવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક શિવ ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક પ્રગતિની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે.

તારીખ:- ૦૧-૦૬-૨૦૨૬, સોમવાર /જેઠ અધિક વદ એકમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૫:૫૫ થી ૦૭:૩૪
શુભ ૦૯:૧૫થી ૧૦:૫૫
લાભ ૦૩:૫૯થી ૦૫.૪૦
અમૃત ૦૫:૪૦થી  ૦૭:૨૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૮થી ૧૨:૩૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

દિનચર્યામાં ફેરફાર થાય.

ઓફિસના કામમાં તણાવ વધે.

આરામ વધારે કરવો પડે.

કમરનો દુખાવો રહે.

શુભ કલર – વાયોલેટ

શુભ નંબર –૪

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

કામમાં નજર રાખવાની જરૂર છે.

પારિવારિક ચિંતા રહે.

સમય શીખવાડી જાય.

બેધ્યાનપણું વધે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર –૬

મિથુન (ક, છ, ઘ) :-

ધનનું આગમન રહ્યા કરે.

ઘરના કામથી થાકી જાવ.

પ્રેમ સબંધ ઊંડાણમાં આવે.

રમૂજી સ્વભાવનો અનુભવ થાય.

શુભ કલર – ગોલ્ડન

શુભ નંબર –૩

કર્ક (ડ , હ) :-

મહેનત કરવાની જરૂર છે.

કોન્ટ્રાકમાં મોટા લાભ થાય.

કામથી વહેલું અવાય.

કોઈ મદદ થાય.

શુભ કલર – ચોકલેટ

શુભ નંબર –૧

સિંહ (મ , ટ) :-

આર્થિક નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો.

મનને નિયંત્રણમાં રાખો.

નોકરીમાં જવાબદારી વધે.

નવું શીખવા મળે.

શુભ કલર – સફેદ

શુભ નંબર –૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કન્યા (પ , ઠ, ણ) :-

વડીલોની સલાહ લઈને કામ કરો.

લગ્નજીવનમાં નવો વળાંક આવે.

મુશ્કેલીનો સામનો કરવો પડે.

મગજ પર કાબૂ રાખો.

શુભ કલર – સિલ્વર

શુભ નંબર –૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

તુલા (ર , ત) :-

પત્ની તરફથી ફાયદો થાય

ખોટું બોલવાનું ટાળો.

ખર્ચાળ સહાય કરી શકો.

દિવસ ઉત્તમ જણાય.

શુભ કલર – ભૂરો

શુભ નંબર –૮

વૃશ્વિક (ન, ય) :-

ભૂતકાળના રોકાણથી આવક વધે.

હિંમત હારવી નહીં.

પ્રેમમાં નિષ્ફળતા મળે.

ખોટી શંકા કરવી નહીં.

શુભ કલર – બદામી

શુભ નંબર –૯

 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

મિત્ર તરફથી પ્રશંસા થાય.

ઘરના માટે નવી વસ્તુ આવે.

કપટ ન થાય તેનું ધ્યાન રાખવું.

જટિલતા છોડવી.

શુભ કલર – સોનેરી

શુભ નંબર –૬

મકર (ખ, જ) :-

પ્રેમ ખીલે.

બોલવામાં વિવેક રાખવો.

મુશ્કેલીમાં નવા માર્ગ મળે.

મુશ્કેલીમાંથી બહાર આવો.

શુભ કલર – કેસરી

શુભ નંબર –૫

કુંભ (ગ, શ, સ, ષ) :

પ્રેમમાં નિષ્ફળતા મળી શકે.

દિવસ યાદગાર રહે.

નવી પ્રવૃત્તિ થાય.

ચંચળતા છોડવી.

શુભ કલર- પોપટી

શુભ નંબર- ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

કામનું દબાણ વધે.

બાકી કાર્ય ઉકેલાય.

વેપારની નવી શરૂઆત થાય.

વેપારમાં આગળ વધો.

શુભ કલર – ભૂખરો

શુભ નંબર –૨


આ પણ વાંચો:મેષ રાશીને આજે રીઅલ એસ્ટેટમાંથી ફાયદો થઈ શકે છે, જાણો કેવું રહેશે તમારું રાશિફળ

આ પણ વાંચો:આજે મિથુન રાશિના જાતકોને વેપારમાં મળશે યોગ્ય પરિણામ, જાણો કેવું રહેશે તમારું રાશીફળ

આ પણ વાંચો:આજનું રાશિફળ 23 મે 2026,જાણો તમામ 12 રાશિઓનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક