દૈનિક રાશીભવિષ્ય
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Rashibhavishya:વિક્રમ સંવત ૨૦૮૨ના જેઠ અધિક સુદ અગિયારસના પવિત્ર દિવસે આજે બુધવાર, ૨૭ મે ૨૦૨૬ છે. આજની એકાદશી તિથિ સવારે ૦૬:૨૧ સુધી રહેશે. ચંદ્ર કન્યા રાશિમાં સંચાર કરી રહ્યો છે અને સાંજે ૦૬:૫૮ સુધી આ રાશિમાં રહેશે, જ્યારે સૂર્ય વૃષભ રાશિમાં સ્થિત છે. હસ્ત નક્ષત્ર આજે સવારે ૦૫:૫૭ સુધી રહેશે, ત્યારબાદ ચિત્રા નક્ષત્રનો પ્રારંભ થશે. વ્યતિપાત યોગ ૨૮ મેના રોજ સવારે ૦૩:૧૮ સુધી યથાવત રહેશે, જ્યારે વિષ્ટિ કરણ સવારે ૦૬:૨૨ સુધી રહેશે. આજે પંચક તથા વિંછુડો બંને નથી, જેના કારણે દિવસ ધાર્મિક અને શુભ કાર્યો માટે અનુકૂળ માનવામાં આવે છે.
સૂર્યોદય સવારે ૦૫:૫૩ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૧૮ વાગ્યે થશે. ચંદ્રોદય બપોરે ૦૩:૫૯ વાગ્યે અને ચંદ્રાસ્ત રાત્રે ૦૩:૩૧ વાગ્યે થશે. આજે અભિજિત મુહૂર્ત નથી. રાહુકાળ બપોરે ૧૨:૩૬ થી ૦૨:૧૭ સુધી રહેશે, તેથી આ સમય દરમિયાન નવા અને મહત્વપૂર્ણ કાર્યો શરૂ કરવાનું ટાળવું યોગ્ય રહેશે.
આજના દિવસે ભગવાન ગણેશજીની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. વિઘ્નહર્તા શ્રી ગણેશજીની આરાધના, જાપ અને પૂજાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ તથા સફળતાની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે. ભક્તો માટે આજનો દિવસ ભક્તિ, ધ્યાન અને સકારાત્મક સંકલ્પો માટે વિશેષ ફળદાયી ગણાય છે.
તારીખ:-૨૭-૦૫-૨૦૨૬, બુધવાર/જેઠ અધિક સુદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૫ થી ૦૭:૩૫ |
| અમૃત | ૦૭:૩૫થી ૦૯:૧૫ |
| શુભ | ૧૦:૫૫ થી ૧૨.૩૫ |
| લાભ | ૦૫:૩૮થી ૦૭:૧૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૩૮થી ૦૯:૫૭ |
| અમૃત | ૦૯:૫૭થી ૧૧:૧૭ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :-
રીઅલ એસ્ટેટમાંથી ફાયદો મળે.
ગ્રહોનીસ્થિતિ સાનુકુળ રહે.
તમારીક્ષમતા જોઈને લોકો આશ્ચર્યચકિત થાય.
નાની મોટી સમસ્યા રહે.
શુભ કલર – મરૂન
શુભ નંબર – ૪

વૃષભ (બ, વ, ઉ) :-
સમસ્યાનું સમાધાન મળે.
પ્રિય મિત્ર સાથે સંબંધ ખરાબ થઈ શકે.
બિઝનેસનીદ્રષ્ટિએ સમય ઘણો અનુકૂળ છે.
પ્રેમથી છલોછલ દિવસ જાય.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૫

મિથુન (ક, છ, ઘ) :-
તેજસ્વી વિચારો આવે.
સબંધોમાં ધ્યાન રાખવું.
સાથીદારોપર વધુ વિશ્વાસ ના કરો.
કાર્યસ્થળ પર ઘણું કામ થશે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કર્ક (ડ , હ) :-
ધન આવે ખરું જાય પણ ખરું.
નવી નોકરીની તક મળે.
સામાજિકપ્રવૃત્તિઓમાં સમય વિતાવશો.
તમારાવ્યક્તિત્વમાં સુધારો થશે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૯

સિંહ (મ , ટ) :-
પારિવારિક વાતાવરણ સુખદરહેશે.
સ્વાસ્થ સંભાળવું.
અનુભવીવ્યક્તિની સલાહ લઈને નિર્ણય લો.
અનિચ્છનીય યાત્રા પર જવું પડે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૨

કન્યા (પ , ઠ, ણ) :-
ફસાયેલ નાણા પાછા આવે.
અહંકાર પર નિયંત્રણ રાખવું,
યોગકરવાથી તમને ભરપૂર ઉર્જા મળશે.
મિલકતના વિવાદના ઉકેલ આવે.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
તુલા (ર , ત) :-
મહત્વના કાર્યમાં વિલંબ થાય.
બીજાની બાબતોમાં દખલગીરી નાકરવી.
પરિવારથી લાભ થાય.
જૂનું દેવું ચૂકવવામાં સફળ થશો.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :-
માંદગીમાંથી મુક્તિ મળે.
તમારીમહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે.
વિવાહિત જીવન સામાન્યરહેશે.
સમજદારીપૂર્વક પૈસા ખર્ચ કરો.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૪

ધન (ભ, ધ, ફ, ઢ) :-
સ્વાસ્થમાં ખાસ સંભાળ લેવી.
સફળતાતમારી રાહ જોવે.
ગળાને લગતી સમસ્યા રહે.
પરિવારમાં અચાનક મોટો ખર્ચઆવે.
શુભ કલર – કથ્થઈ
શુભ નંબર – ૬

મકર (ખ, જ) :-
ભાવી યોજના બને.
તમારાકાર્યોને આત્મવિશ્વાસ સાથે કરો.
શુભ કાર્ય થાય.
કોઈ પણ વાતને દિલ પર ન લો.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કુંભ (ગ, શ, સ, ષ) :-
લાંબી ચર્ચામાં ઉતરવું નહિ.
આવકનાનવા સ્ત્રોત મળશે.
ઉધારઆપતાં પહેલાં સમજી વિચારી લેજો.
કોઈ સુખદ ઘટના બને.
શુભ કલર – પીળી
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ શકે.
ધીરજ અને પારદર્શિતારાખો.
મનમાં એક અજાણ્યો ભય રહે.
સંબંધોમાં તણાવ સમાપ્ત થશે..
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૨
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોનું લગ્નજીવન મુશ્કેલીમાં જણાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોએ ગોળ ખાઈને બહાર નીકળવું…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને નોકરીમાં ઉચ્ચ પદ મળી શકે છે….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

