હૈદરાબાદ,
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ૭ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. દિલ્લી ડેરડેવિલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૬૪ રનના ટાર્ગેટનો પીછો કરતા હૈદરાબાદની ટીમે ૧૯.૫ ઓવરમાં વટાવી ટુર્નામેન્ટમાં પોતાની સાતમી જીત હાંસલ કરી હતી.
That will be that from Hyderabad as the @SunRisers beat the @DelhiDaredevils by 7 wickets.#SRHvDD #VIVOIPL pic.twitter.com/nlrr6kWqxv
— IndianPremierLeague (@IPL) May 5, 2018
SRHની ટીમના શાનદાર વિજયના હિરો સ્ફોટક ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સ, સ્પિન બોલર રાશિદ ખાન અને કેપ્ટન કેન વિલિયમસન રહ્યા હતા. પરંતુ રાશિદ ખાનને શાનદાર બોલિંગના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ખાને ૪ ઓવરમાં ૨૩ રન આપી ૨ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.
4 overs and 2/23 with one run-out in his bag. There is no stopping @rashidkhan_19. @SunRisers well and truly on top #VIVOIPL #SRHvDD pic.twitter.com/ef3FBW4ZeT
— IndianPremierLeague (@IPL) May 5, 2018
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી દિલ્લીની ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકશાને ૧૬૩ રનનો સ્કોર ખડકયો હતો. DDની શરૂઆત ખરાબ રહી હતી ઓસ્ટ્રેલિયન સ્ફોટક બેટ્સમેન ગ્લેન મેકસવેલ માત્ર ૨ રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. જયારે ઇન્ફોર્મ બેટ્સમેન પૃથ્વી શોએ ૩૬ બોલમાં ૬૫ રન તુફાની ઇનિંગ્સ રમી હતી.
A fifty off just 25 balls! Young @PrithviShaw has come out all guns blazing for @DelhiDaredevils. #SRHvDD #VIVOIPL pic.twitter.com/PSZfwIGnut
— IndianPremierLeague (@IPL) May 5, 2018
જો કે ત્યારબાદ કેપ્ટન શ્રેયસ ઐયરે પણ ૩૬ બોલમાં ૪૪ રન ફટકાર્યા હતા જયારે મેચની અંતિમ ઓવેરોમાં વિજય શંકરે માત્ર ૧૩ બોલમાં જ ૨૩ રન બનાવ્યા હતા. હૈદરાબાદની ટીમ તરફથી સ્પિન બોલર રાશિદ ખાને ૨ જયારે ઝડપી બોલર સિદ્ધાર્થ કોલે ૧ વિકેટ ઝડપી હતી
દિલ્લી ડેરડેવિલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૬૪ રનના ટાર્ગેટનો પીછો કરતા SRHની ટીમની શરૂઆત સારી રહી હતી સ્ફોટક ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સ અને શિખર ધવનની જોડીએ પ્રથમ વિકેટ માટે ૭૬ રનની ભાગીદારી નોધાવી હતી અને ટીમના વિજયનો પાયો નાખ્યો હતો. એલેક્સ હેલ્સે ૩૧ બોલમાં ૪૫ રન જયારે શિખર ધવને ૩૩ રન બનાવ્યા હતા.
પ્રથમ વિકેટ માટે ૭૬ રનનો ભાગીદારી બાદ કેપ્ટન કેન વિલિયમસને પણ ૩૨ રન ફટકાર્યા હતા જયારે મેચની અંતિમ ઓવરોમાં યુસુફ પઠાણે માત્ર ૧૨ બોલમાં ૨ સિક્સર અને ૨ ચોક્કા ફટકારી ૨૭ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી અને ટીમને ૭ વિકેટે વિજય અપાવ્યો હતો. દિલ્લી તરફથી સ્પિન બોલર અમિત મિશ્રાએ ૨ વિકેટ ઝડપી હતી.
