રાજ્યભરના ATMમાં નાંણાની અછત સર્જાઇ છે. ગુજરાત સહિત 10 રાજ્યોનાં અનેક શહેરોમાં એટીએમ બિલકુલ ખાલી થઈ ગયાં છે. જ્યાં રૂપિયા છે ત્યાં પણ રોકડ ઉપાડવાની મર્યાદા નિશ્ચિત કરવામાં છે. વિત્ત મંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે અમુક ક્ષેત્રોમાં નોટોની માંગ અનપેક્ષિત રીતે ખુબ જ વધી છે. તેમને ટ્વીટ કરીને જણાવ્યું કે સરકારે દેશમાં કરન્સીના હાલતની સમીક્ષા કરે છે.
નાણામંત્રાલયના દાવા મુજબ આ રોકડ સંકટ એક સાથે સમગ્ર દેશના એટીએમથી થયેલા ઉપાડને કારણે થયું છે. મંગળવારે સરકાર તરફથી કહેવાયું છે કે છેલ્લા 15 દિવસમાં સામાન્ય કરતાં ત્રણ ઘણી વધુ નોટોનો ઉપાડ થવાના કારણે પરિસ્થિતિ બગડી છે.
છેલ્લા ત્રણ દિવસથી મધ્ય પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોમાં નોટોની કિલ્લત ઉભી થઈ છે. હાલ મળતી માહિતી મુજબ બુધવારના રોજ કર્ણાટકના બેલાગવીમાં પોલીસે 7કરોડ રૂપિયાની નકલી કરન્સી જપ્ત કરી છે. દેશમાં ઘણી જગ્યાએ એટીએમમાં રોકડ જોવા નથી મળી રહી. ત્યારે કર્ણાટકના બેલાગવીમાં પોલીસે 7કરોડ રૂપિયા 2000 અને 500ની નકલી નોટો જપ્ત કરી છે. આ મામલે પોલિસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે.
Karnataka: Police seized fake Indian currency notes with the face value of Rs 7 crore in Belagavi; One person arrested, case registered pic.twitter.com/chSueohEjr
— ANI (@ANI) April 18, 2018
કર્ણાટકમાં 12મે ના રોજ મતદાન થવાનું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નકલી નોટો ઉપયોગ ચુંટણી સમયે કરવામાં આવાનો હતો. અહી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાની છે. કોંગ્રેસે 224 વિધાનસભાની સીટો પર 218 ઉમેદવારની ઘોષણા કરી છે જયારે ભાજપે 70 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.
સરકારે સ્વીકાર્યું છે કે રૂ. 2,000ની નોટોનો પુરવઠો અટકાવી દેવાયો છે, કારણ કે માર્કેટમાં તે મોટી સંખ્યામાં આવી ગઈ છે. નાણામંત્રી અરુણ જેટલી અને રાજ્યકક્ષાના નાણામંત્રી શિવપ્રતાપ શુક્લએ નોટોની અછત 3 દિવસમાં દૂર કરવાનો વિશ્વાસ અપાવ્યો છે.
એક તરફ જ્યા સામાન્ય દિવસોમાં માસિક રૂ. 20 હજાર કરોડની કરન્સીનો વપરાશ થતો હતો, ત્યાં છેલ્લા 13 દિવસમાં 45 હજાર કરોડની કરન્સી ઉપાડી લેવામાં આવી છે..જોકે, સરકારનો દાવો છે કે દેશમાં નોટોની કોઈ અછત નથી. સરકાર પાસે હજી પણ પોણા બે લાખ કરોડ રૂપિયાની રોકડ છે.
