Not Set/ આધાર કાર્ડ યોજનાને નિષ્ફળ બનાવવા માંગે છે ગુગલ

 નવી દિલ્હી, યુઆઈડીએ એ સુપ્રીમ કોર્ટમાં આધાર મામલે સુનાવણી દરમિયાન એક ચોકાવનારો આરોપ લગાવ્યો છે. આધાર કાર્ડ યોજનાનુ સંચાલન કરતા યુઆઈડીએ એ કોર્ટમાં જણાવ્યુ હતુ કે ગુગલ અને સ્માર્ટ કાર્ડ લોબી આધાર યોજનાને સફળ થવા દેવા માંગતી નથી, કારણ કે આધાર વ્યક્તિની ઓળખ સ્થાપિત કરવા માટે એક સરળ પદ્ધતી તરીકે ઉભરી રહ્યુ છે. જેના કારણે […]

Top Stories
 નવી દિલ્હી,
યુઆઈડીએ એ સુપ્રીમ કોર્ટમાં આધાર મામલે સુનાવણી દરમિયાન એક ચોકાવનારો આરોપ લગાવ્યો છે. આધાર કાર્ડ યોજનાનુ સંચાલન કરતા યુઆઈડીએ એ કોર્ટમાં જણાવ્યુ હતુ કે ગુગલ અને સ્માર્ટ કાર્ડ લોબી આધાર યોજનાને સફળ થવા દેવા માંગતી નથી, કારણ કે આધાર વ્યક્તિની ઓળખ સ્થાપિત કરવા માટે એક સરળ પદ્ધતી તરીકે ઉભરી રહ્યુ છે. જેના કારણે તેમના બિઝનેશ પર ફટકો પડી રહ્યો છે. કોર્ટે એ વાતની આશંકા વ્યક્ત કરી હતી કે આધાર સબંધીત માહીતી સુરક્ષીત છે કે નહી?
યુઆઈડીએ તરફથી વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ ચીફ જસ્ટીસની અધ્યક્ષતા વાળી ખંડપીઠ સમક્ષ જણાવ્યુ હતુ કે યુરોપ આધારીત એક કોમર્શીય સંસ્થા દ્વારા એવુ એભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે કે આધારનો ઉપયોગ સ્માર્ટ કાર્ડની જેમ શક્ય નથી. વકીલે ઉમેર્યુ હતુ કે જા આધાર કાર્ડ સફળ થાય તો સ્માર્ટ કાર્ડ આ બિઝનેસમાંથી બહાર ફેકાઈ જાય તેમ છે. જેથી ગુગલ અને સ્માર્ટ કાર્ડ લોબી નથી ઈચ્છતી કે આધાર યોજના સફળ થાય. યોજનને નિષ્ફળ બનાવવા માટે તેઓ સુઆયોજીત રીતે આધાર કાર્ડ અંગે લોકોમાં ભ્રમ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
સુપ્રિમ કોર્ટની ખંડપીઠના સભ્ય જસ્ટીસ ડી વાઈ ચંદ્રચુડે જણાવ્યુ હતુ કે મુખ્ય આશંકા એ છે કે આધાર માટે લોકોનો જે ડેટા લેવામાં આવ્યો છે તેનાથી ચુંટણી પ્રભાવીત થઈ શકે તેમ છે. સુપ્રિમ કોર્ટે ટિમ્પણી કરતા જણાવ્યુ હતુ કે આધાર ડેટા લીક થવાના કારણે ચુંટણીના પરિણામ પ્રભાવીત થઈ શકે છે. સુપ્રિમે ઉમેર્યુ હતુ કે આધાર કાર્ડ માટે લેવામાં આવેલ ડેટા સુરક્ષીત છે તે કહેવુ મુશ્કેલ છે કારણ કે દેશમાં ડેટા લીક મામલે કોઈ કાયદો અસ્તિત્વ ધરાવતો નથી. આ અંગે રાકેશ દ્વિવેદીએ જણાવ્યુ હતુ કે બાયોમેટ્રીક ડેટા કોઈની સાથે શેર કરવામાં આવતા નથી. અમે એ પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે ડેટા લીક પણ ન થાય.