Gujarat election 2022/ અમદાવાદમાં 93 હજાર યુવા મતદારો પહેલીવાર મતદાન કરશે, યુવાધનને PM મોદી પર વિશ્વાસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે ,આજે ચૂંટણી પંચે રાજ્યમાં ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે, પહેલી અને પાંચમી ડિસેમ્બરે બે તબક્કામાં ચૂંટણી યોજાશે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે ,આજે ચૂંટણી પંચે રાજ્યમાં ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે, પહેલી અને પાંચમી ડિસેમ્બરે બે તબક્કામાં ચૂંટણી યોજાશે, આ 15મી વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.. . અમદાવાદ જિલ્લા કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું કે, લોકશાહીના આ પર્વમાં વધુને વધુ લોકોને મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટેની અપીલ કરવામાં આવે છે. ખાસ કરીને અમદાવાદમાં નોંધાયેલા મતદારોની માહિતી આપતા તેઓએ કહ્યું કે અમદાવાદમાં કુલ 59 લાખ 93 હજાર 46 મતદારો નોંધાયા છે. જેમાં આ વખતે 93 હજારથી વધુ યુવાઓ પહેલીવાર ચૂંટણીમાં મતદાન કરશે.

તમામ રાજકિય પાર્ટીઓ યુવાધનને આકર્ષી  રહી છે, એવામાં યુવા મતદારોમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ વધારે ઝુકાવ જોવા  મળી રહ્યો છે. મોદી પર યુવાધન વિશ્વાસ રાખે છે.આ મામલે અમે યુવાધન પ્રતિક પટેલે મંતવ્ય ન્યુઝને જણાવ્યુ હતું કે યુવા મતદારો મોદી તરફ જુકેલા છે, અને અમદાવાદનો વિકાસ તમે જોઇ શકો છે,રિવરફ્રન્ટ અને મેટ્રો ,સહિત અટલ બ્રિજ અને વડાપ્રધાન પર પુરો વિશ્વાસ છએ, એટલે ભાજપ જ આવશે, અને બહુમતીથી ચૂંટણી જીતશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને  લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.