Not Set/ PM મોદીએ કરી તમામ પાર્ટીઓને અપીલ ખુલ્લા મનથી ચર્ચા કરો,જાણો

સંસદ ભવન પહોંચેલા પીએમ મોદીએ બજેટ સત્રમાં તમામ પક્ષો વતી ખુલ્લા મનથી ચર્ચાની આશા વ્યક્ત કરી હતી

Top Stories India

આજથી બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. સંસદ ભવન પહોંચેલા પીએમ મોદીએ બજેટ સત્રમાં તમામ પક્ષો વતી ખુલ્લા મનથી ચર્ચાની આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આજની વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત માટે ઘણી તકો છે. પીએમ મોદીએ કહ્યું કે મને આશા છે કે તમામ પક્ષો સારી ચર્ચા કરીને દેશને પ્રગતિના રસ્તે લઈ જવા માટે ચોક્કસપણે મદદ કરશે.

તેમણે કહ્યું કે ચૂંટણી વખતે વારંવાર સત્રો પ્રભાવિત થાય છે, ચર્ચા પર પણ અસર થાય છે. પરંતુ ચૂંટણી તેની જગ્યાએ છે અને ચાલુ રહેશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે આપણે આ બજેટ સત્રને સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે જેટલું ફળદાયી બનાવીશું તેટલું જ આવનારું વર્ષ નવી ઊંચાઈઓ સર કરવાની શ્રેષ્ઠ તક હશે.