અમદાવાદમાં સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકનું મોત છે. જ્યારે ચાર લોકો ગંભીર ઈજાગ્રસ્ત છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની રાજપથ ક્લબ પાસે કાર ચાલક અને એકટીવા વચ્ચે ગમ્ખવાર અકસ્માત થયો હતો. ઉલ્લેખનીય છે કે ઇસ્કોન બ્રિજ તરફથી પૂરઝડપે આવતી કારે એકટીવા ચાલકને અડફેટે લીધો હતો.
મળતી માહિતી અનુસાર, કાર ચાલકે એકટીવા ચાલકને અડફેટે લીધા બાદ કાર ડીવાઈડર તોડી સામેના રોડ પર પહોંચી ગઇ હતી. એકટીવા ચાલકને અડફેટે લેતા એકટીવા ચાલકનું મોત થયું હતું.આ અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.એસ.જી.હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.અકસ્માત સર્જનાર કાર ચાલકનું નામ ચતુરભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
