Vadodara News/ ડીઝલ ચોરીનો આક્ષેપ, MLAના પુત્ર સહિત 5 સામે ગુનો

કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર (MLA Son) રિશી પટેલ સહિત પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે

Top Stories Gujarat Vadodara
કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર (MLA Son) રિશી પટેલ સહિત પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે

Vadodara News : વડોદરા (Vadodara) જિલ્લાના કરજણ વિસ્તારમાં રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચકચાર મચાવતો એક હાઈપ્રોફાઈલ મામલો સામે આવ્યો છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર (MLA Son) રિશી પટેલ સહિત પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ફરિયાદમાં ડીઝલ ચોરી ની શંકા રાખી બે વ્યક્તિઓ સાથે મારામારી અને હુમલો કર્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

ડીઝલ ચોરીની શંકા  બાદ વિવાદ ઉગ્ર બન્યો

પ્રાથમિક માહિતી મુજબ, નટવર વસાવા અને ગિરીશ વસાવા નામના બે વ્યક્તિઓ પર ડીઝલ ચોરીની શંકા (Diesel Theft Allegation)વ્યક્ત કરવામાં આવી હતી. આ શંકાને આધારે બંનેને કરજણના બકાપુર વિસ્તારમાં આવેલી એક ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા. આરોપ છે કે ત્યાં રિશી પટેલ અને તેના સાથીઓએ બંને વ્યક્તિઓ સાથે મારામારી કરી અને ગંભીર રીતે હુમલો કર્યો હતો.

આ ઘટનાથી ભોગ બનનાર પરિવારે પોલીસનો સંપર્ક કરી ન્યાયની માંગ કરી હતી. ફરિયાદ બાદ સમગ્ર મામલો રાજકીય રંગ લેતા કરજણ સહિત વડોદરા જિલ્લામાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર (MLA Son)  સહિત પાંચ આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ કાર્યવાહી

કરજણ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદમાં રિશી પટેલ ઉપરાંત જયદ્રથ બાપુ, સાહિલ પટેલ, જાવેદ પઠાણ અને વિજયભાઈના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સત્તાધારી પક્ષના ધારાસભ્યના પુત્રનું નામ સામે આવતા રાજકીય વર્તુળોમાં પણ આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે.

કરજણ પંથકમાં ચર્ચાનો માહોલ

ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. એક તરફ ભોગ બનનાર પરિવાર કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છે, તો બીજી તરફ રાજકીય વિરોધીઓ પણ સરકાર અને પોલીસ તંત્ર પર સવાલો ઉઠાવી રહ્યા છે. હવે તપાસમાં આગળ શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.


આ પણ વાંચો : દરિયાઈ માર્ગે ડીઝલ ચોરીનું મોટું રેકેટ પકડાયું: 75 ડ્રમ સાથે ₹10 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો : દહેગામ – રખિયાલ હાઇવે પર ટેન્કરમાંથી ડીઝલ ચોરીના રેકેટનો થયો છે પર્દાફાશ

આ પણ વાંચો : બોટાદમાં ડીઝલ ચોરી કૌભાંડનો થયો પર્દાફાશ,  પોલીસે બે ટીમ બનાવી 8 આરોપી ઝડપ્યા