દેશમાં કોરોના રોગચાળાની બીજી લહેર સુનામીનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે, જેના કારણે હવે સામાન્યથી લઇને વિશેષ પ્રત્યેક લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. દરમિયાન, પુડ્ડુચેરીનાં નવા મુખ્ય પ્રધાન એન.રંગાસામી પણ આ વાયરસની ઝપટમાં આવી ગયા છે. હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું જણાવાયું છે, પરંતુ સાવચેતીનાં ભાગરૂપે ડોકટર્સે તેમને સારવાર માટે ચેન્નાઈની એન ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યા છે. વળી તેમના ચાહકો તેમની રિકવર થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
ફરી એક વખત રાહત / દેશમાં રિકવરી લગોલગ : 24 કલાકમાં સાડાત્રણ લાખથી વધુ કોરોના મુક્ત, 3.65 લાખથી વધારે નવા કેસ
મળતી માહિતી મુજબ, રવિવારે પુડ્ડુચેરીની ઇન્દિરા ગાંધી સરકારી મેડિકલ કોલેજમાં રંગાસામીની તબિયત ખરાબ હોવાના કારણે તપાસ કરવામાં આવી હતી. જે બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અહી ચિંતાની વાત એ છે કે તેમણે બે દિવસ પહેલા જ રાજભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં શપથ લીધા હતા. હવે આરોગ્ય વિભાગની ટીમ તેમના સંપર્કમાં આવેલા લોકોનું મોનિટરિંગ કરી તેમને ક્વોરેન્ટીન કરી રહ્યા છે. એક અન્ય રિપોર્ટ મુજબ, શુક્રવારે આયોજન સ્થળ પર 183 લોકોની કોરોના તપાસ કરવામા આવી હતી, જેમાંથી 11 પોઝિટિવ આવ્યા હતા.
કરૂણાંતિકા / રાજકોટમાં મધર્સ ડેના દિવસે વિપ્ર પરિવારમાં સર્જાઇ કરૂણાંતિકા, પુત્રીએ પણ અંતિમ શ્વાસ ભરતા માતા બની નોંધારી
આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 2.26 કરોડને વટાવી ગઈ છે, જેમાંથી 2.46 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 1.86 કરોડ લોકો રિકવર થઇ ચુક્યા છે. એક નાનું રાજ્ય હોવા છતાં, પુડ્ડુચેરીમાં પરિસ્થિતિ ખરાબ છે, અત્યાર સુધીમાં 71,709 કેસ નોંધાયા છે. જેમાંથી 965 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 56710 દર્દીઓ ઠીક થયા છે. આવી સ્થિતિમાં, એક્ટિવ કેસની સંખ્યા 14034 છે.

