છોટાઉદેપુર/ કોરોનાકાળ મા બોગસ તબીબોએ માઝા મુકી ડીગ્રી વગર પ્રેકટીસ કરતો બોગસ ડોક્ટર ને ઝડપી પાડતી એસ.ઓ.જી.

સુલેમાન ખત્રી- છોટાઉદેપુર જીલ્લા આરોગ્ય વિભાગે જે કામ કરવાનુ છે તે કામ પોલીસે ઉપાડી લેતા ગામડાઓમા લોકો ના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબબો સામે જીલ્લા એસ.ઓ.જી એ લાલ આંખ કરતા બોડેલી ના પાટીયા ગામે થી એક બોગસ તબીબ ને ઝડપી પાડતા જીલ્લા ના ગ્રામ્ય વિસ્તારોમા પ્રેકટીસ કરતા બોગસ ડોક્ટરો મા ફફડાટ ફેલાયો છે તો […]

Gujarat Others

સુલેમાન ખત્રી- છોટાઉદેપુર

જીલ્લા આરોગ્ય વિભાગે જે કામ કરવાનુ છે તે કામ પોલીસે ઉપાડી લેતા ગામડાઓમા લોકો ના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબબો સામે જીલ્લા એસ.ઓ.જી એ લાલ આંખ કરતા બોડેલી ના પાટીયા ગામે થી એક બોગસ તબીબ ને ઝડપી પાડતા જીલ્લા ના ગ્રામ્ય વિસ્તારોમા પ્રેકટીસ કરતા બોગસ ડોક્ટરો મા ફફડાટ ફેલાયો છે તો કેટલાક ઝોલા છાપ ડોક્ટરો પોતાનો ઝોલી ઝંડો લઇ ફરાર થઈ ગયા છે.

છોટાઉદેપુર જિલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા મેડિકલ ડીગ્રી વગરના બોગસ ડોક્ટર પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ છોટાઉદેપુર જિલ્લા પોલીસ નાં એસ.ઓ.જી.વિભાગના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.મેવાડા તેઓનાં સ્ટાફનાં માણસો દ્વારા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અંગેની કામગીરીમાં હતા તે દરમિયાન સ્ટાફનાં હેડ કોન્સ્ટેબલ છત્રસિંહ રુપસિંહ રાઠવા નાઓને મળેલ બાતમી આધારે બોડેલી તાલુકાના પાટીયા ગામમાં રોડ પર એક મકાનમાં પશ્ચિમ બંગાળના ભાતાપરા નોર્થ ૨૪ પરગનાસનો મૂળ વતની આનંદકુમાર બીશ્વાસ છેલ્લા બે-ત્રણ વર્ષથી દવાખાનું ચલાવતો હોય છોટાઉદેપુર જિલ્લા એસ.ઓ.જી ટીમે સ્થળ પર જ દરોડો પાડતા આનંદકુમાર પાસે પ્રેક્ટિસ કરવા માટે મેડિકલ કાઉન્સિલનુ સર્ટીફિકેટ માંગતા તે મળે નહીં અને આનંદકુમાર પાસે દવાખાનામાં મોટી માત્રામાં વિવિધ દવાઓ, બોટલ, અને ઇન્જેક્શન નો જથ્થો મળી આવ્યો હતો. એસઓજી ટીમે તેની પૂછપરછ કરતા આનંદકુમાર માત્ર ધોરણ 12 પાસ હોવાનુ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોય એસઓજી ટીમે આ બોગસ ડોક્ટરને બોડેલી પોલીસ મથકે આવી તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી કરી બોડી પોલીસને સોંપ્યો હતો.