Not Set/ ભુજની તુલનાએ ગાંધીધામ રેલવે સ્ટેશને સ્વચ્છતા સર્વેક્ષણમાં મોટી સફળતા, આટલું પાછળ ફેંકાઇ ગયું ભુજ સ્ટેશન

અમદાવાદ, સ્વચ્છતા સર્વેક્ષણમાં એ કેટેગરીમાં આવતા ભુજ રેલવે સ્ટેશને ગત વર્ષે આ સર્વેક્ષણમાં 10મો ક્રમ મેળવ્યો હતો. પરંતુ આ વર્ષે 10થી ભુજ સ્ટેશન સીધું જ 114માં ક્રમે ફેંકાઇ ગયું છે. રેલવે વિભાગ દ્વારા સ્વચ્છ રેલ સ્વચ્છ ભારતના અભિયાન સાથે સતત ત્રીજા વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણમાં કચ્છના પરીપ્રેક્ષ્યમાં 2 મહત્વની ગણી શકાય તેવી […]

Top Stories Gujarat Others Trending

અમદાવાદ,

સ્વચ્છતા સર્વેક્ષણમાં એ કેટેગરીમાં આવતા ભુજ રેલવે સ્ટેશને ગત વર્ષે આ સર્વેક્ષણમાં 10મો ક્રમ મેળવ્યો હતો. પરંતુ આ વર્ષે 10થી ભુજ સ્ટેશન સીધું જ 114માં ક્રમે ફેંકાઇ ગયું છે.

રેલવે વિભાગ દ્વારા સ્વચ્છ રેલ સ્વચ્છ ભારતના અભિયાન સાથે સતત ત્રીજા વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણમાં કચ્છના પરીપ્રેક્ષ્યમાં 2 મહત્વની ગણી શકાય તેવી બાબતો નજર સમક્ષ તરી અાવી છે.

આ સર્વેનુ એક ચોંકાવનારુ તારણએ સામે આવ્યું છે કે, એ કેટેગરીમાં આવતા ભુજ રેલવે સ્ટેશને ગત વર્ષે આ સર્વક્ષણમાં 10મો ક્રમ મેળવ્યો હતો. આ વર્ષે 10થી ભુજ સ્ટેશન સીધું જ 114માં ક્રમે ફેંકાઇ ગયું છે.

ભુજ રેલવે સ્ટેશને ગત વર્ષે 796.9 ગુણ મેળવી એ-1 કેટેગરીના સ્ટેશનોમાં 10મો ક્રમ મેળવ્યો હતો. ચાલુ સાલે ભુજ સ્ટેશનને 807.98 એટલે કે ગયા વર્ષ કરતાં 11.8 પોઇન્ટ વધુ મળ્યા હોવા છતાં રેન્કીંગમાં 114મો ક્રમ મળ્યો છે.

આટલી મોટી પછડાટએ એક સંશોધનનો વિષય ચોકકસથી બની ગયો છે. ભુજની તુલનાએ ગાંધીધામ રેલવે સ્ટેશને સ્વચ્છતા સર્વેક્ષણમાં મોટી સફળતા મેળવી છે.