Not Set/ દીવના દરિયામાં ઝંપલાવાનો અમદાવાદી મહિલાનો પ્રયાસ, તરવૈયાઓએ મહિલાને બચાવી બહાર કાઢી

અમદાવાદ, અમદાવાદથી દિવ ફરવા આવેલી મહિલાએ તેમની પૂત્રી અન્ય મહિલાને સોપી અચાનક દરિયામાં ઝંપલાવ્યુ હતુ. મહિલાને દરિયામાં ઝંપલાવતા જોઇ સ્થાનિક લોકોએ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલા દરિયામાં વધારે પડતી આગળ ધપી જતા સ્થાનિક તરવૈયાની મદદ લેવામાં આવી હતી. સ્થાનિક તરવૈયાઓએ મહિલાને ભારે જહેમત બાદ દરિયામાંથી અર્ધ બેભાન અવસ્થામાં બહાર કાઢી હતી. આ ઘટનાની […]

Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

અમદાવાદથી દિવ ફરવા આવેલી મહિલાએ તેમની પૂત્રી અન્ય મહિલાને સોપી અચાનક દરિયામાં ઝંપલાવ્યુ હતુ. મહિલાને દરિયામાં ઝંપલાવતા જોઇ સ્થાનિક લોકોએ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ મહિલા દરિયામાં વધારે પડતી આગળ ધપી જતા સ્થાનિક તરવૈયાની મદદ લેવામાં આવી હતી. સ્થાનિક તરવૈયાઓએ મહિલાને ભારે જહેમત બાદ દરિયામાંથી અર્ધ બેભાન અવસ્થામાં બહાર કાઢી હતી.

આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મહિલાની પૂછપરછ કરી હતી. પ્રાથમિક તપાસમા મહિલા માનસિક રોગથી પિડાતી હોવાની માહિતી સામે આવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.