Gujarat News ; ગુજરાતમાં કાગળ પર રહેલી દારૂબંધી દારૂ ઝડપાય ત્યારે ખ્યાલ આવે છે. જેમાં મહેસાણા અને છોટા ઉદેપુરમાં બે અલગ અલગ બનાવમાં સ્ટેટ મોનિટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓએ બે વાહનમાંથી દારૂના જથ્થા સાથે કુલ રૂ. 32,99,140 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બન્ને કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરીને 11 ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં મહેસાણામાં વાડી ગામની સીમમાં ઘોઘાવાળી નહેર પાસે દારૂનું કટીંગ ચાલતું હોવાની માહિતી એસએમસીની ટીમને મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડીને રૂ. 13,64,160 ની કિંમતનો દારૂ તથા મહિન્દ્રા પીક અપ વાહન કબજે કરીને કુલ રૂ. 23, 64,160 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે સાત આરોપી ફરાર થઈ ગયા હતા. આ અંગે વધુ તપાસ કડી પોલીસ કરી રહી છે.
અન્ય બનાવમાં પોલીસે છોટા ઉદેપુરના જેતપુર પાવી રોડ પરના રેલ્વેના ગરનાળા પાસે કાર અટકાવી તેમાંથી રૂ. 2,24,400નો દારૂ અને કાર મળીને કુલ રૂ. 9,34,980 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે બે આરોપીની દરપકડ કરીને જેતપુર પાવી પોલીસ સ્ટેશનને વદુ તપાસ માટે સોંપી દીધા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે કર્યુ અનુમાન, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું
આ પણ વાંચો: રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ
આ પણ વાંચો: સામુહિક આપઘાત કેસ:બળજબરીથી 20 લાખ કઢાવવા લખાણ કરી પરિવારને મરવા મજબુર કર્યા,બે સામે ગુનો નોંધાયો
