Ahmedabad News: તહેવારોના સમયમાં અમદાવાદ (Ahmedabad) ગ્રામ્ય વિસ્તારમાં નશાનો કારોબાર વધ્યો હોવાની વચ્ચે નળ સરોવર પોલીસે નશાકારક કફ સીરપના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. પિયેજા અને તેમની ટીમે માત્ર 24 કલાકમાં બે અલગ-અલગ દરોડા પાડીને કોડેઈનયુક્ત કફ સીરપની કુલ 450 બોટલ કબજે કરી છે. આ દરોડા પહેલાં રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલે સાણંદમાંથી દારૂનો જથ્થો પકડ્યો હતો.
Ahmedabad સ્વિફ્ટ કારમાંથી 80 બોટલ સાથે બે ઝડપાયા
બાતમીના આધારે નળ સરોવર પોલીસ (Nal Sarovar Police)ની ટીમ સાણંદ તાલુકાના ઉપરદળ ગામે પહોંચી હતી. ત્યાં શંકાસ્પદ સ્વિફ્ટ કારની તપાસ કરતાં તેમાંથી નશાકારક કફ સીરપની 80 બોટલ મળી આવી. કારમાં બેઠેલા હરશન કોળીપટેલ અને કમલેશ સોલંકીની પોલીસે અટકાયત કરી. કફ સીરપ, કાર અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ. 5.32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
પૂછપરછમાં મુખ્ય સપ્લાયરનું નામ ખૂલ્યું
બંને આરોપીઓની સઘન પૂછપરછમાં આ રેકેટના મુખ્ય સપ્લાયર સદ્દામ ખલીફાનું નામ સામે આવ્યું. પોલીસે તરત કાર્યવાહી કરી સદ્દામની અટકાયત કરી. તેની પૂછપરછમાં બાવળા (Bavla) નજીક આવેલા દેવડથલ ગામના ડાંગરના ખેતરમાં છુપાવેલી વધુ 370 બોટલનો જથ્થો પણ મળી આવ્યો.
બાવળાના ‘અનીયા’ની શોધ
બંને દરોડામાં મળીને કોડેઈનયુક્ત કફ સીરપ (Codeine Cough Syrup)ની કુલ 450 બોટલ સીઝ કરવામાં આવી છે, જેની કિંમત રૂ. 98,550 છે. આ કારોબારના તાર ક્યાં સુધી ફેલાયેલા છે તેની તપાસમાં બાવળાના ‘અનીયા’ નામના શખસનું નામ ખૂલ્યું છે. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને ફરાર અનીયાને પકડવા તજવીજ શરૂ કરી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો, 387 બોટલ સાથે એક શખ્સની અટકાયત
આ પણ વાંચો:અમદાવાદમાં પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપનું વેચાણ: જાણો કેટલા મેડિકલ સ્ટોરે દવા આપવા તૈયારી દર્શાવી
આ પણ વાંચો:કોલ્ડ્રિફ કફ સિરપ કેસમાં, EDએ શ્રીસન ફાર્મા સાથે સંકળાયેલ સ્થળોએ દરોડા પાડ્યા
