Mantavya Vishesh: 8 યુદ્ધ બંધ કરાવ્યાનો દાવો… છતાં નોબેલ શાંતિ પુરસ્કાર (Donald Trump Nobel Peace Prize) કેમ નહીં? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર દુનિયાને યાદ અપાવી રહ્યા છે કે તેઓ નોબેલ શાંતિ પુરસ્કારના હકદાર છે. તેમનો દાવો છે કે તેમણે 8 યુદ્ધો બંધ કરાવ્યાં અને દુનિયાને વિનાશથી બચાવી. પરંતુ સવાલ એ છે કે જો ટ્રમ્પ પોતે વારંવાર પોતાની શાંતિ પહેલનો હવાલો આપી (Trump Nobel Prize 2026) રહ્યા છે, તો નોબેલની દોડમાં તેમનું નામ વારંવાર ચર્ચામાં આવવા છતાં પુરસ્કાર તેમની પાસે કેમ પહોંચતો નથી?
Donald Trump Nobel Peace Prize: ટ્રમ્પે ફરી શાંતિ પુરસ્કાર પર દાવો કર્યો
ટ્રમ્પ માટે નોબેલ શાંતિ પુરસ્કાર માત્ર એક સન્માન નથી, પરંતુ તેમની વિદેશનીતિ અને વૈશ્વિક નેતૃત્વની માન્યતા તરીકે પણ જોવામાં આવે છે. એટલે જ પ્રથમ કાર્યકાળથી લઈને બીજા કાર્યકાળ સુધી તેઓ અલગ-અલગ પ્રસંગે પોતાની દાવેદારી રજૂ કરતા રહ્યા છે. ક્યારેક ઉત્તર કોરિયા સાથેની વાતચીતનો ઉલ્લેખ, ક્યારેક યુદ્ધો અટકાવ્યાનો દાવો અને ક્યારેક તો એવું કહેવું કે તેમને આ પુરસ્કાર 4-5 વખત મળવો જોઈતો હતો…ટ્રમ્પની નોબેલ માટેની અપેક્ષા સતત દેખાતી રહી છે.

પરંતુ અહીં સૌથી મોટો વિરોધાભાસ છે….નોબેલ માટે દાવો કરનાર ટ્રમ્પ અને નિર્ણય લેનારી સમિતિ (Norway Nobel Committee) વચ્ચેનો અંતર. નોબેલ શાંતિ પુરસ્કાર નૉર્વેની સરકાર આપતી નથી, પરંતુ સ્વતંત્ર નૉર્વેજિયન નોબેલ સમિતિ નિર્ણય કરે છે. જાન્યુઆરી 2026માં ટ્રમ્પે નૉર્વેના વડાપ્રધાન સમક્ષ પણ ફરિયાદ કરી હતી કે 8 યુદ્ધો રોક્યા (Trump 8 wars claim) છતાં તેમને પુરસ્કાર મળ્યો નથી. એટલે મુદ્દો હવે માત્ર પુરસ્કારનો નથી રહ્યો; ટ્રમ્પની જાહેર અપેક્ષા અને નોબેલ સમિતિના નિર્ણય વચ્ચેનું અંતર પણ ચર્ચાનો વિષય બન્યું છે.
હવે 9 ઑક્ટોબરે 2026ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત થવાની છે. ફરી એકવાર દુનિયાની નજર એ તરફ છે કે ટ્રમ્પનો દાવો આ વખતે નોબેલ સુધી પહોંચે છે કે ફરી એકવાર ‘દાવો મોટો, પુરસ્કાર દૂર’ જ રહે છે? ખાસ વાત એ છે કે 2025માં મારિયા કોરીના મચાડોને આ સન્માન મળ્યું હતું અને તેમણે બાદમાં પોતાનું મેડલ ટ્રમ્પને ભેટ આપ્યું હતું…પરંતુ મેડલ મળ્યો, નોબેલ નહીં. એટલે ટ્રમ્પની નોબેલ કહાનીમાં એક સવાલ હજુ યથાવત છે: શાંતિનો દાવો તો વારંવાર થયો, હવે નોબેલનો નિર્ણય ક્યારે આવશે?
આ પણ વાંચો: અમેરિકા પર ઈરાનનો મોટો ખતરો, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યા ચેતવણીના સંકેતો
આ પણ વાંચો: બ્રાઝિલની જગ્યાએ ભારતનું નામ, ટ્રમ્પની મોટી ભૂલ
આ પણ વાંચો: ફ્લાયદુબઈ વિમાન દુર્ઘટના પાછળ ઈરાનનો હાથ? ટ્રમ્પે આપી ભયંકર પરિણામોની ચેતવણી
