World News/ બ્રાઝિલની જગ્યાએ ભારતનું નામ, ટ્રમ્પની મોટી ભૂલ

Donald Trump બ્રાઝિલના રાષ્ટ્રપતિ ચૂંટણી અંગેની પોસ્ટમાં ભૂલથી ભારતનો ઉલ્લેખ કર્યો. બાદમાં તેમણે પોસ્ટમાં સુધારો કરીને ભારતની જગ્યાએ બ્રાઝિલનું નામ લખ્યું.

World Top Stories
Donald Trump India Election Mistake: બ્રાઝિલની જગ્યાએ ભારત!

World News: Donald Trump India Election Mistake ને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝિલના રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે વાત કરતી વખતે ભૂલથી ભારતનો ઉલ્લેખ કરી દીધો હતો. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં દાવો કર્યો કે ભારતના રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રથમ તબક્કામાં 12.5 કરોડ લોકોએ મતદાન કર્યું અને મતદાન પૂર્ણ થયાના થોડા સમય બાદ જ પરિણામ જાહેર થઈ ગયા.

જોકે, ભારતના રાષ્ટ્રપતિની પસંદગી સીધી રીતે દેશવ્યાપી મતદાન દ્વારા થતી નથી. બાદમાં ટ્રમ્પે પોતાની પોસ્ટમાં સુધારો કરીને ભારતની જગ્યાએ બ્રાઝિલનું નામ લખ્યું હતું.

Donald Trump India Election Mistake: પોસ્ટમાં ભારતનો ઉલ્લેખ

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ કરીને ચૂંટણી પ્રક્રિયા અંગે પોતાની વાત રજૂ કરી હતી. આ પોસ્ટમાં તેમણે બ્રાઝિલના રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રથમ તબક્કાનો ઉલ્લેખ કરવાનો હતો, પરંતુ શરૂઆતમાં બ્રાઝિલની જગ્યાએ (ભારત) લખાઈ ગયું. આ ભૂલ સામે આવ્યા બાદ ટ્રમ્પની પોસ્ટ અને તેમના દાવાની ચર્ચા શરૂ થઈ હતી, જેના કારણે (Trump Election Controversy) પણ ચર્ચામાં આવી હતી.

Donald Trump India Election Mistake: બ્રાઝિલની જગ્યાએ ભારત!
Donald Trump India Election Mistake: બ્રાઝિલની જગ્યાએ ભારત!

ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતના રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રથમ તબક્કામાં 12.5 કરોડ લોકોએ મતદાન કર્યું અને મતદાન પૂર્ણ થયાના થોડા સમય બાદ જ પરિણામ આવી ગયા. જોકે, ભારતમાં રાષ્ટ્રપતિની પસંદગી સીધી જનતાના મતદાનથી થતી નથી. ત્યારબાદ ટ્રમ્પે અમેરિકાની ચૂંટણી પ્રક્રિયાની સરખામણી કરતા મતગણતરીને લઈને સવાલો ઉઠાવ્યા હતા.

ટ્રમ્પે અમેરિકાના કેટલાક શહેરો અને રાજ્યોમાં ચૂંટણીના પરિણામ જાહેર થવામાં લાગતા સમયનો ઉલ્લેખ કર્યો અને અમેરિકાની ચૂંટણી પ્રક્રિયાની ટીકા કરી હતી. તેમની પોસ્ટમાં ભારતના નામનો ઉલ્લેખ ભૂલથી થયો હોવા છતાં, ત્યારબાદ તેમણે પોસ્ટમાં સુધારો કરીને ભારતની જગ્યાએ બ્રાઝિલનું નામ લખ્યું હતું.

બાદમાં ટ્રમ્પે પોસ્ટમાં કર્યો સુધારો

Donald Trump India Election Mistake: બ્રાઝિલની જગ્યાએ ભારત!
Donald Trump India Election Mistake: બ્રાઝિલની જગ્યાએ ભારત!

ટ્રમ્પની પોસ્ટમાં ભારતના નામનો ઉલ્લેખ થયા બાદ તેમણે પોતાની પોસ્ટને સુધારી હતી. સુધારેલી પોસ્ટમાં ભારતની જગ્યાએ બ્રાઝિલ નું નામ લખવામાં આવ્યું હતું. જોકે, પોસ્ટનો મુખ્ય મુદ્દો એટલે કે અમેરિકાની ચૂંટણી વ્યવસ્થા અંગેની તેમની ટીકા યથાવત રહી હતી. Trump Truth Social Postમાં થયેલા આ સુધારા બાદ સ્પષ્ટ થયું કે તેઓ બ્રાઝિલની ચૂંટણી પ્રક્રિયા અંગે વાત કરી રહ્યા હતા.

સુધારેલી પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રથમ તબક્કામાં 12.5 કરોડ લોકોએ મતદાન કર્યું અને મતદાન પૂર્ણ થયાના થોડા સમય બાદ પરિણામ જાહેર થઈ ગયા. ત્યારબાદ તેમણે ફરી અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા હતા. ટ્રમ્પે ખાસ કરીને મતગણતરીમાં લાગતા સમય અને ચૂંટણી પરિણામોની પ્રક્રિયાને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

ભારતમાં સીધી રીતે રાષ્ટ્રપતિની ચૂંટણી થતી નથી

ટ્રમ્પની શરૂઆતની પોસ્ટમાં કરવામાં આવેલ ભારતનો ઉલ્લેખ અનેક કારણોસર ખોટો હતો. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી દેશના તમામ મતદારો દ્વારા સીધી રીતે કરવામાં આવતી નથી. ભારતના રાષ્ટ્રપતિની પસંદગી (ઇલેક્ટોરલ કોલેજ )દ્વારા કરવામાં આવે છે. તેથી સામાન્ય લોકસભા ચૂંટણીની જેમ દેશના કરોડો મતદારો સીધા રાષ્ટ્રપતિ માટે મતદાન કરતા નથી.

Indian Presidential Election System હેઠળ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ખાસ ઇલેક્ટોરલ કોલેજ બનાવવામાં આવે છે. આ ઇલેક્ટોરલ કોલેજમાં સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો તેમજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રમાણસર પ્રતિનિધિત્વની પદ્ધતિ અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા સામાન્ય મતદાનથી અલગ છે અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે.

બીજી તરફ, સામાન્ય લોકસભા ચૂંટણી દરમિયાન ભારતીય મતદારો સીધા પોતાના મતવિસ્તારના લોકસભા ઉમેદવારને મત આપે છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પણ મતદારો પોતાના મતવિસ્તારના ધારાસભ્યની પસંદગી કરે છે. ત્યારબાદ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષ અથવા ગઠબંધનના નેતાને રાષ્ટ્રપતિ સામાન્ય રીતે વડાપ્રધાન તરીકે નિયુક્ત કરે છે.

આ જ કારણસર ટ્રમ્પે પોતાની શરૂઆતની પોસ્ટમાં ભારતના રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે કરેલો દાવો ભારતીય ચૂંટણી પ્રક્રિયા સાથે મેળ ખાતો નથી. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અને સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા બંને અલગ છે. Indian Presidential Election Systemને સમજવું આ સમગ્ર મામલાને સમજવા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે રાષ્ટ્રપતિની પસંદગી સીધી જનમતથી નહીં પરંતુ બંધારણીય રીતે નિર્ધારિત ઇલેક્ટોરલ કોલેજ દ્વારા કરવામાં આવે છે.

ટ્રમ્પે અગાઉ ભારતની ચૂંટણી વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો હતો

ખાસ વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ભારતની ચૂંટણી વ્યવસ્થાનો સકારાત્મક સંદર્ભ આપ્યો હતો. ઓગસ્ટમાં અમેરિકાની ચૂંટણીમાં સુધારા અંગે વાત કરતી વખતે તેમણે ભારતની વોટર આઈડી સિસ્ટમ નો ઉલ્લેખ  કર્યો હતો.

ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પરની એક પોસ્ટમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના સંદર્ભ સાથે અમેરિકામાં મતદાન માટે માન્ય ફોટો ઓળખપત્રની જરૂરિયાત અંગે સવાલ ઉઠાવ્યો હતો.

ટ્રમ્પે અમેરિકામાં ચૂંટણી નોંધણી અને મતદાન પ્રક્રિયામાં કેટલાક ફેરફારોની તરફેણ કરી હતી. આ દરમિયાન તેમણે (SAVE America Actનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસ્તાવમાં મતદાર નોંધણી માટે નાગરિકતાના પુરાવા અને મતદાન માટે ઓળખપત્રની જરૂરિયાત જેવા મુદ્દાઓ સામેલ છે.

આ રીતે, બ્રાઝિલની ચૂંટણી અંગે વાત કરતી વખતે ભારતનું નામ લેવાની ભૂલ અને ત્યારબાદ પોસ્ટમાં કરવામાં આવેલા સુધારાને કારણે ટ્રમ્પની આ પોસ્ટ ફરી ચર્ચામાં આવી છે.


આ પણ વાંચો:Donald Trumpનો EU પર 25% ટેરિફનો મોટો નિર્ણય

આ પણ વાંચો:Iranનો સીઝફાયર પ્રસ્તાવ, પરંતુ Donald Trumpએ મૂકી કઠિન શરત

આ પણ વાંચો:‘No Kings’ના નારા વચ્ચે Donald Trump સામે વિશ્વભરમાં ઉગ્ર વિરોધ